________________
-
અ
ય
લ ગ
.
(૩) શ્રી કુંથુનાથ ભગવાનનું મંદિર
અચલગઢનાં મંદિરના કાર્યાલયની પેઢીના મકાનમાં, પેઢીની ગાદી સામે, ઉપરના ભાગમાં શ્રી કુંથુનાથ પ્રભુજીનું દેરાસર આવેલું છે. આ દેરાસરનું મકાન બે ખંડનું અને માથે ધાબાવાળું છે. ભગવાનના ઉપર ધાબામાં શિખર જે. નાને ગુંબજ (ઘૂમટ) બનાવેલ છે. બીજા ખંડની આગળ નાને ચોક છે. દેરાસરની જોડે ઉપાશ્રયનું બે ઓરડાવાળું મકાન આવેલું છે. ઉપાશ્રયની ઉપર તથા સામેના ભાગમાં કાર્યાલયના ૪ ઓરડા છે. આ દેરાસર જૂનું હોય તેમ લાગે છે. અચલગઢનો રહેવાસીઓને હમેશાં દર્શન-પૂજનની અનુકુળતા માટે ધાબાવાળું આ નાનું દેરાસર ગામની અંદર કરાવ્યું હોય તેમ લાગે છે. આ દેરાસર કેણે અને ક્યારે બંધાવ્યું તે ચોક્કસ રીતે જાણવામાં આવ્યું નથી, પરંતુ શ્રીમાન સેમસુંદરસૂરિજીએ વિ. સં. ૧૫૦૦ લગભગમાં રચેલ “શ્રીઅર્બુદગિરિકલ્પમાં અચલગઢમાં મહારાજા કુમાર પાળે બંધાવેલ શ્રીમહાવીરસ્વામીના એક જ મંદિરનું વર્ણન આપ્યું છે, તે સિવાયના અચલગઢ ઉપરના બીજા એકે મંદિરનું વર્ણન આપ્યું નથી. તેમજ શ્રી શાંતિસૂરિજીકૃત “શ્રીઅબુદાચલ ચિત્ય પરવાડી વિનતિ કે જેમાં રચ્યાસંવત આપ્યો નથી, પણ તેમાં દેલવાડામાં ત્રણ જ મંદિર કહેવાનું લખ્યું છે, તેથી તેની રચના સં. ૧૫૧૫ પહેલાં થઈ હશે એમ ખાતરી થાય છે. આ વિનતિની કડી ૧૬માં અચલગઢમાં મ. કુમારપાલનું બંધાવેલું એક જ મંદિર હેવાનું લખ્યું છે. આ ઉપરથી તલેટીમાં આવેલા મહારાજા