________________
મ. પ: અચલગઢનાં જૈન મંદિર કલશ અને ધજા–દંડ ન હતાં. વિ. સં. ૧૯૯૨ના વર્ષમાં અમારું રહિડા જવાનું થતાં ત્યાંના ઓસવાલ અને પિરવાડ સમસ્ત સંઘને એકત્ર કરી, એ માટે ઉપદેશ આપતાં તેમણે આ વાતને સહર્ષ સ્વીકાર કર્યો અને થોડા સમયમાં બધી તૈયારીઓ કરીને મોટા ઉત્સાહ તથા મહોત્સવ પૂર્વક શ્રીસંઘે સુવર્ણ કલશ અને ધજા–દડે વિ. સં. ૧૯૨ના વૈશાખ શુદિ ૧૦ને દિવસે પ્રતિષ્ઠિત કરાવીને ચઢાવ્યા છે.
આ મંદિરના કોટના મુખ્ય દરવાજાની બહાર ચોકીદારોને બેસવા માટેની એક દલાણ (ઓસરી) છે. તેની પછી બન્ને બાજુએ થઈને ચોકીદારે તથા નોકરેને રહેવા તેમજ સામાન રાખવા માટે પાંચ ઓરડીઓ છે. તેમાંની છેલ્લી ઓરડી પાસે યુરોપીયને વગેરે વિશ્રાંતિ લે છે, અને ચામડાના બૂટ બદલીને યુરેપીયનેને કપડાના બૂટ અહીં પહેરાવવામાં આવે છે.
ત્યાંથી થોડું નીચે આવતાં એક ચોક આવે છે. તેની પછી એક પિળ (દરવાજે) છે, તે દરવાજા માથે એક મેટે હેલ છે. તેમાં યુરોપીયને અથવા અમલદાર વગેરે કેઈને રાત રહેવું હોય તે તે માટે સગવડ રાખેલી છે. ત્યાંથી થોડું નીચે ઊતરતાં પૂર્વ સન્મુખ કારીગરોને કામ કરવા માટે તથા રહેવા માટેનાં મકાનની એક લાઈન છે. ત્યાંથી થોડું નીચે ઊતરતાં શ્રીસંઘે બંધાવેલી બે માળની મેટી ધર્મશાળા આવે છે.
આ બધાં મકાનની આસપાસ પહાડ અને વૃક્ષોનું કુદરતી દશ્ય બહુ મનહર છે.