________________
અ અ લ ગ ૮.
૪, (પ્રાય: તે ચારે પાદુકા જેડી યતિઓની છે. પાદુકા જોડી ઉપર અર્વાચીન નાના નાના લેખે છે.) સરસ્વતી દેવીની નાની મૂર્તિ ૧, હાથીસવાર યક્ષની મૂર્તિ ૧ (ઘણું, કરીને આ મણિભદ્ર યક્ષની મૂર્તિ હશે.) અને શ્રી સિદ્ધચક્રજીને આરસ પાષાણને યંત્ર ૧ છે. અંબિકા દેવીની દેરીમાં અંબાજીની મૂર્તિ ૧ છે.
આ મંદિરમાં ભગવાનની કુલ મૂર્તિઓ ર૭, પાદુકા જેડી ૪, સરસ્વતી દેવીની મૂર્તિ ૧, અંબિકા દેવીની મૂર્તિ. ૧, હાથીસવાર યક્ષની મૂર્તિ ૧ અને સિદ્ધચક્રજીને આરસ પાષાણને યંત્ર ૧ છે.
આ મંદિર અને તેના ફરતી ર૪ દેરીઓ વગેરે ઉપર
૩૦. સરસ્વતી દેવીનું દેવસ્થાન ઘણું વર્ષોથી “અચલગઢ ઉપર હોવાનું જણાય છે. આ મૂર્તિ પહેલાં ઉપર્યુક્ત અંબિકા દેવીની દેરીમાં અથવા અન્ય કોઈ ખાસ સ્થાનમાં હેવી જોઈએ. અને તેનું તે સમયમાં વિશેષ માહાઓ પ્રચલિત હેવું જોઈએ, કેમકે મહારાણું કુંભકર્ણ જેવા પુરુષે પણ તેમની સામે બેસીને ધાર્મિક પંચાયતો કરતા હતા.
દાખલા તરીકે –આબુની યાત્રાએ આવતા કાઈ પણ યાત્રાળઓ પાસેથી મુંડકું કે વળાવું (ચેકી) નહિ લેવા સંબંધીને મેવાડના મહારાણું કુંભકર્ણ (કુંભારાણું) ને વિ. સં. ૧૫૭૬ને. લેખ, જે હાલ દેલવાડામાં લુણવસહી મંદિરની બહારના કીર્તિસ્તંભની પાસે છે, તે લેખ અચલગઢ ઉપર સરસ્વતી દેવીની સામે બેસીને લખાયેલો છે. - ૩૧. આ યંત્ર ઉપર વિ. સં. ૧૫૫૮ના કારતક વદિ ૧૩ને લેખ છે. આ યંત્ર અચલગઢના રહેવાસી શ્રાવકે કરાવેલ છે.