________________
પ્ર. ૫: અચલગઢનાં જૈન મંદિર
મદિરની રચના –મૂળ ગભારે અને તેની પછી સભામંડપ બને છે. કારણુંવાળું બેઠા ઘાટનું શિખર છે. પાછળના ભાગમાં નાની પણ શિખરબંધી ૨૪ દેરીઓ અને તે દેરીઓની વચ્ચેના ભાગમાં પગલાં વગેરેની ચાર છત્રીઓ છે. જમણા હાથ તરફ કુદરતી પથ્થરોની વચ્ચે જુદી જ અંબિકાદેવીની એક શિરબંધી દેરી છે.
મૂર્તિસંખ્યા અને તેની હકીત :–આ મંદિરમાં મૂળનાયકજીના સ્થાને શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. તેમની બંને બાજુએ આરસની બે મૂર્તિઓ છે.
મૂળનાયકજીની મૂર્તિ ઉપર વિસં. ૧૭ર૧ને લેખ છે. આ મૂર્તિ અમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલી જ્ઞાતિના દેસી શાંતિદાસ શેઠે ખાસ અહીં પધરાવવા માટે કરાવી છે. તે ઉપરથી કદાચ આ મંદિર પણ તેમણે જ બંધાવ્યું હોય એમ અનુમાન કરી શકાય. .
આ મંદિરની ભમતીમાં નાની નાની દેરીઓ ૨૪, પગલાં વગેરેની છત્રીઓ ૪ અને શ્રીઅંબિકાદેવીની દેરી ૧ છે. આ ૨૪ દેરીઓમાંથી પ્રત્યેકમાં ભગવાનની એક એક મૂર્તિ છે. તેમાં એક દેરીમાં પંચતીથીના પરિકરવાળી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, તેના ઉપર વિ. સં. ૧૩૮૦ને નાને લેખ છે. ચાર છત્રીઓમાં પાદુકા જેડી
૨૯. આ ૨૪ દેરીઓ હાલમાં જ એટલે સં. ૧૯૬૦ની આસપાસમાં બની છે અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૬૩માં થઈ છે. આ ચોવીશ દેરીઓની વચ્ચે (મૂળ મંદિરની પાછળના ભાગમાં) આરસની ચાર છત્રીઓ છે, તે કદાચ આ દેરીઓની પહેલાં જ બનેલી હશે, કેમકે તેમાં સ્થાપન કરેલી કેટલીક વસ્તુઓ જૂની છે.