________________
૫૦
અચલ ૫૭
આ મંદિર સાદું અને અર્વાચીન જણાય છે. પાણા ત્રણસે વર્ષથી વધારે જૂનું હાય તેમ લાગતું નથી.
૨૮
૨૮. શ્રીકુંથુનાથજીના દેરાસરની બહારની સુરહી (સરઈ) ના વિ. સ’. ૧૬૩૪ના ચૈત્ર વિંદે ૩ના લેખમાં (અમુ`દ પ્રાચીન જૈન લેખસ ંદેહ'માં લેખાંક ૬૬૪ જુએ.) અચલગઢમાં ત્રણ મદિરા હોવાનું લખ્યું છે, અને શ્રીસમયસુંદર વાચકે ' સ', ૧૬૭૮માં સધ સાથે યાત્રા કરી તે સબંધી રચેલ ‘આબૂ તીરથલાસ 'ની પાંચમી કડીમાં અચલગઢમાં ૧ શ્રીશાંતિનાથજી, ૨ શ્રીમુખજી અને ૩ શ્રીકુંથુનાજી—આ ત્રણ જ મદિરા હૈવાનું લખ્યું છે. એટલે તે વખતે આ મંદિર નહીં' બન્યું. હાય એમ ચેાક્કસ જણાય છે. તેમજ ૫, મહિમાએ વિ. સં. ૧૭૨૧માં ( જે મહિના પહેલાં ) યાત્રા કરીને સ. ૧૭૨૨ માં રચેલી ચૈત્યપરિપાટી 'ની ચેાથી ઢાળની ચેથી—પાંચમી કડીમાં પણ અહીં ( અચલગઢમાં ) ત્રણ મ દિશ હાવાનુ લખ્યુ છે. એટલે આ મંદિર સ. ૧૭૨૧ના જેઠ સુદ ૩ ને રવિવારે પહેલી વાર પ્રતિષ્ઠિત થયું હોય તેમ લાગે છે. આ મદિરના મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાનની મૂર્તિ પર એ જ સંવતમિતિને લેખ મોજૂદ છે. ( જુએ ‘મુ* પ્રાચીન જૈન લેખસા'તા લેખાંક ૪૮૫.)
"
શ્રીઋષભદાસ કવિએ વિ. સં. ૧૬૮૫માં રચેલા જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિરાસની ચેાપાર્કની કડી ૧૫માં અચલગઢમાં ચાર મ।િ હાવાનું લખ્યું છે. પરંતુ મારા ધારવા પ્રમાણે ઉક્ત સંવતમાં આ મંદિરનુ` કામ ચાલુ થયું હશે, તૈયાર થયા બાદ અમુક વર્ષો પછી સં. ૧૭૨૧માં પ્રતિષ્ઠા થઈ હશે. જો સ. ૧૬૮૫માં થવા તે પહેલાં આ મંદિર પણ પ્રતિષ્ઠિત થઈ ચૂકયું હાત તા ઉપર્યુક્ત સરઇના લેખમાં, આખુ તીરભાસમાં અને ચૈત્યપરિપાટીમાં પણુ અહી ત્રણને બદલે ચાર મંદિશ હાવાનું જરૂર લખત, કેમ કે બાકીનાં ત્રણ મદિરા તા એ વખતે પ્રતિષ્ઠિત ચૂઈ ચૂકેલાં જ હતાં.