________________
પ્ર. ૫ઃ અલગઢનાં જૈન મંદિર મંદિરમાં બે કાઉસગીયા (ઊભી જિનમૂર્તિઓ) કરાવેલ છે.” પરંતુ આ કાઉસગ્ગીયા અત્યારે ચૌમુખજીના મંદિરમાં તે નથી, પણ અચલગઢ ઉપરના બીજા કેઈ જેના મંદિરમાં પણ વિદ્યમાન હોય તેમ જણાતું નથી.
આ મંદિર પહાડના એક ઊંચા શિખર ઉપર આવેલું હોવાથી તેના બીજા માળ ઉપર ચઢીને જોતાં આબુ પહાડની કુદરતી રમણીયતા, આબુની નીચેની ભૂમિ અને દૂર દૂર સુધીનાં ગામેનું દશ્ય બહુ જ ચિત્તાકર્ષક લાગે છે.
આ મંદિરમાં બંને માળના મૂળનાયકજી વગેરે થઈને ધાતુની મૂર્તિઓ ૧૨, ધાતુના કાઉસગ્ગીયા ૨, આરસના સુંદર કાઉસગ્ગીયા ૨, આરસની મૂર્તિઓ ૯, ધાતુની નાની પંચતીથી ૧ અને ધાતુની નાની એકલ મૂર્તિઓ ૨, એ પ્રમાણે આ મંદિરમાં કુલ મૂર્તિઓ ૨૮ અને પાદુકાપટ્ટ ૧ છે.
(૨) શ્રીહષભદેવ ભગવાનનું મંદિર
ચૌમુખજીથી ૩૩ પગથિયાં નીચે ઊતરતાં એક મોટા મેદાનમાં શ્રીષભદેવજી (આદીશ્વરજી)નું મંદિર આવે છે.
૨૭ અહીંના લોકોમાં દંતકથા છે કે–અચલગઢ નામના કિલામાંના પિતાના મહેલના ઝરૂખામાં બેસીને મેવાડના મહારાણા કુંભકર્ણ, આ ચામુખજીના મંદિરના બીજા માળના મૂળનાયક ભગવાનનાં દર્શન કરી શકે એવી રીતે આ ચામુખજીનું મંદિર બંધાવવામાં આવ્યું છે. પરંતુ આ દન્તકથામાં કંઈ વજૂદ હોય એવું લાગતું નથી, કારણ કે મહારાણું કુંભકર્ણને સ્વર્ગવાસ વિ. સં. ૧૫ર ૫માં થયો છે, અને આ મંદિર વિ. સં. ૧૫૬ ૬માં પ્રતિષ્ઠિત થયું છે. કદાચ સિરોહીના મહારાવ જગમાલના સંબંધમાં આ દન્તકથા હોય તો તે બનવાયોગ્ય છે, કારણ કે તે વખતે આબુ ઉપર તેમનું આધિપત્ય હતું.