________________
5. ૫: અચલગઢનાં જૈન મંદિર
આમ ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન પુસ્તકમાં દંતકથાઓને આધારે ભિન્ન ભિન્ન મત લખાયા છે, તેમ અત્યારે પણ તેમાં ભિન્ન ભિન્ન જાતની દંતકથાઓ ચાલે છે. તેમાં સાચું શું છે? એ તો અતિશયજ્ઞાની હોય તે જ કહી શકે. મારા નમ્ર મત પ્રમાણે આ ચૌદ મૂર્તિઓમાંથી ઘણી મૂર્તિઓ જુદા જુદા સમયમાં, જુદા જુદા ગામમાં અને જુદા જુદા ધણીએ કરાવેલ હોવાથી ૪, ૧૨ કે ૧૪ મૂતિઓનું અમુક જ વજન કરાવવું છે એવું લક્ષ રાખી ન જ શકાય. હા, કદાચ અનાયાસ જ એ સંગ બન હોય તે બની શકે ખરે. અહીં એમ જ બન્યું હોય તેમ લાગે છે. ચૌમુખજીના મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૬૬માં થયા પછી થોડા જ વર્ષોમાં રચાયેલ “શ્રીગુરુગુણરત્નાકર કાવ્ય” સર્ગ ૩, લેક ૭૭માં લખ્યું છે કે “સંઘવી સહસાએ મલનાયક શ્રીઆદીશ્વર ભગવાનની ૧૨૦ મણ વજનની એક મૂત્તિ કરાવી.” તેમજ એ ગ્રંથના ત્રીજા સર્ગના ચોથા શ્લોકમાં લખ્યું છે કે–(આ મંદિરના ત્રીજા દ્વારના મૂલનાયકજીને સ્થાને બિરાજમાન) શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની મંદિર સિવાય વિ. સં. ૧૮૬રની આસપાસમાં અહીં પાંચમું જૈન દેરાસર હેય એવો સ્પષ્ટ ઉલ્લેખ કે બીજું કાંઈ પ્રમાણુ મને મલ્યું નથી. કદાચ ચૌમુખજીનું મંદિર બે માળનું હોવાથી તેને બે મંદિરો ગણ્યાં હેય, અથવા તે અચલેશ્વર મહાદેવના મંદિરની સામેના એક નાના શિવાલયમાં કઈ પડી ગયેલ જેન મંદિરને દરવાજે લગાવેલો છે, એટલે તે સમયમાં અચલગઢમાં પાંચમું દેરાસર હેય અને પછીથી જીર્ણ થઈને પડી ગયું હોય, તેથી તેની મૂર્તિઓ બીજા મંદિરમાં પધરાવી દીધી હોય તે તે પણ બનવા ગ્ય છે.