________________
અ ય
લ
ગ ૯
મંદિરનું વર્ણન લખતાં લખ્યું છે કે–“અચલગઢ ઉપરના ૌમુખજીના મંદિરમાં ૧૪૪૪ મણું પિત્તલની ૧૪ મૂત્તિઓ છે.”
૧૩. સં. ૧૬૭૮, આસો શુદિ ૨ શુક્રવારે રચાયેલ આબુતીર્થસ્તવન” (કર્તાનું નામ નથી.)ની કડી પ–૬ માં લખ્યું છે કે –“ચૌમુખજીમાં મેટી મૂર્તિઓ બાર છે, અને સૂખડ ઘસવાના ઓરસીયા એકાવન છે. તેમજ અરબુદાજીના દેહરામાં પ્રતિમાજી ૩૬૦ છે.૨૫
૧૪. શ્રીદાનસાગરજીના શિષ્ય શ્રીઅમીસાગરજીએ સં. ૧૮૬૨ ચિત્ર વદિ ૮ (સંઘ સાથે યાત્રા કરી તે સંબંધી) રચેલ “શ્રી અબુંદગિરિસ્તવન”ની કડી ૪–૫માં લખ્યું છે કે–ચૌમુખજીના મંદિરમાં ધાતુની ૧૪ મૂર્તિઓ છે, તેનું ૧૪૪૪ મણ વજન છે, તેમ જ અચલગઢમાં કુલ પાંચ દેહરાં અને તેમાં કુલ ૨૨૯ જિનમૂત્તિઓ છે. ૨૬
૨૫. આ અરબુદાજીનું દેહશું કર્યું તે કાંઈ સ્પષ્ટ રીતે સમજાતું નથી. અચલગઢમાં અરબુદાજીના નામથી કઈ જેનોનું કે હિંદુઓનું પણ દેરાસર પ્રસિદ્ધિમાં આવેલું નથી. કદાચ અમુતની ગર સની=અવુલગી આમ અપભ્રંશ શબ્દ વાપર્યો હોય તો અમુતગી થી બહુ મોટી મૂર્તિવાળું મંદિર એટલે ચૌમુખજીનું મંદિર લઈ શકાય. કેમ કે આબુ ઉપરનાં સમસ્ત જૈન મંદિરમાં મૂલનાયકનાં સ્થાને બિરાજમાન સૌથી મોટી મૂર્તિવાળું મંદિર અચલગઢ ઉપરનું ચામુખજીનું મંદિર છે. આવી રીતે શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થ ઉપર પણ જૈન અદબદજી (અદ્દભુતજીની મૂર્તિઓ છે, જેથી અહીં પણ એ પ્રમાણે કહ્યું હોય એમ જણાય છે.
૨૬. આ સ્તવનમાં અચલગઢમાં કુલ પાંચ જૈન મંદિરે હેવાનું લખ્યું છે. પણ અત્યારે તે ચાર મંદિર છે. આ ચાર