________________
પ્ર. ૫ અચલગઢનાં જૈન મંદિરે મંદિરમાં ૧૭૦૦ મણ પિત્તલની ચાદ મૂત્તિઓ” રહેવાનું લખ્યું છે.
૧૦. શ્રીપુણ્યસાગરજીના શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીએ સં. ૧૮૨૧માં રચેલ “તીર્થમાલા સ્તવન”ની ઢાળ ૭, કડી ૧૫માં “ચૌમુખજીના મંદિરમાં ધાતુની મોટી પ્રતિમા
ઓ બાર” હોવાનું અને કડી ૧૬માં “તેના સભામંડપમાં સામસામે શ્રી ગેડી પાર્શ્વનાથ અને સુવ્રતસ્વામીના ગભારા” હોવાનું લખ્યું છે. પરંતુ મારા ધારવા પ્રમાણે ત્યાં
સુવ્રતસ્વામી ને બદલે “નેમિનાથ” લખવું જોઈએ. અત્યારે પણ સં. ૧૫૧૮ના લેખવાળી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ ડાબી બાજુના ગભારામાં મૂળનાયકજીના સ્થાને બિરાજમાન છે.
૧૧. વિ. સં. ૧૮૭૫ના વૈશાખ શુદિ ૮ ને દિવસે લખાયેલ “આબુક૫”ના એક હસ્તલિખિત છૂટક પાનામાં લખ્યું છે કે –“ગોરીસા (માલવાધિપતિ ગ્યાસુદ્ધિ) બાદશાહના પ્રધાન માંડવગઢનિવાસી, વિશા પોરવાડ, સંઘવી સહસાએ ૧૪૪૪ મણ પિત્તલ ગળાવીને તેની ચાર પ્રતિમાઓ માટી અને સાત પ્રતિમાઓ નાની કરાવી. તેણે (આ મંદિર બંધાવવામાં, મૂતિ કરાવવામાં અને મેટે સંઘ કાઢીને ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવ અને યાચકને દાન આપવા વગેરેમાં થઈને) ૭૬ કરોડ પીરજી (ઉક્ત બાદશાહના વખતને ચાંદીના સિક્કો.) ખરચી.
૧૨. શ્રી શાંતિવિજયજીરચિત “જેન તીર્થ ગાઈડમાં તવારીખ તીર્થ આબુ' નામના પ્રકરણમાં આબુ ઉપરનાં