________________
પ્ર. ૫ : અચલગઢનાં જૈન મંદિરે
૨. “શ્રીવિજયપ્રશસ્તિ મહાકાવ્ય” સર્ગ ૧૨, શ્લેક ૩૫ની ટીકામાં (ટીકાકાર ગુણવિજયજીએ વિ. સં. ૧૬૮૮માં ટીકા રચી.) લખ્યું છે કે અચલગઢના ઊંચા શિખર પર ધાતુમય ચાર જિનપ્રતિમાઓથી અલંકૃત, અનુપમ શ્રીચૌમુખજીનું મંદિર શોભે છે.”
૩. અંચલગચ્છીય શ્રી. જ્ઞાનસાગરજીએ સં. ૧૭૨૨ લગભગમાં રચેલ “આબુચેત્યપરિપાટી”ની ચોવીશમી. કડીમાં “ચૈમુખજીના મંદિરમાં ૧૪૦૦ મણ પિત્તલની બાર પ્રતિમા” હેવાનું લખ્યું છે.
૪. શ્રી ધીરવિમલશિષ્ય શ્રીનવિમલજીએ સં. ૧૭૨૮માં રચેલ “શ્રીઅર્બુદગિરિતીર્થસ્તવન”ની ર૭મી. કડીમાં લખ્યું છે કે-“માંડવગઢવાસી સહસા-સુલતાને અચલગઢમાં આદિદેવનું મેટું મંદિર બંધાવ્યું. તેમાં ૧૪૦૦ મણ પિત્તલની બાર પ્રતિમાઓ છે.”
૫. અંચલગચ્છીય શ્રીવિનયશીલ વાચકે સં. ૧૭૪૨ માં રચેલ “શ્રી અબુદાચલઉત્પત્તિ–ચત્યપરિપાટીસ્તવન” ની ઢાળ ૫, કડી ૧૫માં કહ્યું છે કે-“લખપતિ (લાખા) રાજાની આજ્ઞાથી માંડવગઢનિવાસી સહસાએ અચલગઢ ઉપર મોટું મંદિર કરાવીને તેમાં ધાતિની ચાર સ્મૃતિ ભરાવી.”
૬. શ્રીશીલવિજયજીએ સં. ૧૭૪૬માં રચેલી “પ્રાચીન તીર્થમાલા”ની કડી ૪૩થી ૪૫માં કહ્યું છે કે-“માંડવગઢનિવાસી, પોરવાડ, સહસા ને સુલતાન પ્રધાને, ચામુખજીનું મંદિર બંધાવ્યું તેમાં ૧૪૦૦ મણ પિત્તલની બાર