________________
૧
અ ય
ર
તે
ગૃહસ્થોએ અને સંઘ કરાવી છે.
સંઘવી સહસાએ આ મંદિરમાં મૂળનાયકજી તરીકે સ્થાપન કરવા માટે ધાતુની, મોટી અને અતિમને હર મૂર્તિ કરાવી હતી, તે આ મંદિરના મુખ્ય (ઉત્તર દિશાના) દ્વારમાં મૂળનાયકજીને સ્થાને બિરાજમાન છે. સં. સહસાના કુટુંબ આદિની માહિતી માટે આ મૂર્તિ પરના લેખ સિવાય બીજે. એકે લેખ અહીં નથી. " આ મંદિરના બને માળમાં થઈને ઊભી તથા બેઠી. મળીને કુલ ધાતુની ૧૪મૂર્તિઓ છે. સર્વ સાધારણ જનતાની માન્યતા છે અને એ વાત બહુ પ્રસિદ્ધિમાં આવી ગઈ છે કે- “ઉક્ત ચૌદે પ્રતિમા મળીને અથવા તે માત્ર નીચેના માળના મૂળનાયકજીની ચારે પ્રતિમા મળીને ૧૪૪૪ મણ , વજનની છે.” આ વિષયમાં તીર્થમાલાઓ, સ્તવનો અને ગ્રંથકારેએ પણ પોતપોતાના ભિન્ન ભિન્ન મતો દર્શાવ્યા છે, તેમાંના કેટલાક નીચે મુજબ છે –
૧. કવિ કષભદાસે સં. ૧૯૮૫માં રચેલ જગદગુરુ, શ્રી હીરવિજયસૂરિરાસ’ની ચોપાઈ ૧૫થી ૧૮માં લખ્યું છે કે “અચલગઢમાં ચાર જિનમંદિરે છે, અચલેશ્વરની પાસે મુનિવરેની એક પિષાણ (ઉપાશ્રય) છે ત્યાંથી બાંધેલાં હજાર પગથિયાં ચડવાથી ચૌમુખજીના મંદિરે જવાય છે, સહસા ને સુલતાને ઉક્ત મંદિર કરાવીને તેમાં પિત્તલમય એંશી એંશી મણુની ચાર મનહર મૂત્તિઓ ભરાવી.” મૂર્તિઓ શ્રી. લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલી, બહારગામથી લાવવામાં આવી હતી. આ