________________
પ્ર. ૧: અચલગઢનાં જૈન મંદિરે (૪) આદિનાથજી બિરાજમાન છે. આ ચારે મૂર્તિઓ ધાતુની છે. પૂર્વ દ્વારની મૂર્તિ ઉપર લેખ નથી. તે મૂર્તિ વધારે પ્રાચીન હોય તેમ જણાય છે. બાકીની ત્રણે મૂર્તિઓ પર વિ. સં. ૧૫દકના લેખે છે. બીજા માળમાં આ ચાર મૂર્તિઓ છે.
આ મંદિરના બને માળમાં ધાતુ અને આરસની બેઠી તથા ઊભી મળીને કુલ ૨૫ મોટી જિનમૂર્તિઓ છે. તેમાં બેઠી તથા ઊભી મળીને ધાતુની ૧૪ અને આરસની ૧૧ મૂર્તિઓ છે. ધાતુની ૧૪ મૂર્તિઓમાંથી ૭ મૂર્તિઓ પર સં. ૧૫૬૬ના ફા. શુ. ૧૦ના લેખે છે. અર્થાત એ સાત મૂર્તિઓ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે ખાસ નવીન બનેલ છે. બાકીની ૭ મૂર્તિઓમાંથી ૬ મૂર્તિઓ પર જુદા જુદા સંવતેના લેખે છે. એક પર લેખ નથી. આ સાતે મૂર્તિઓ બહારગામથી આવેલ છે. આરસની ૧૧ મૂર્તિઓમાંથી કેટલીક બહારગામથી આવેલી છે, અને કેટલીક પાછળથી શ્રાવકોએ અહીં પધરાવવા માટે કરાવેલ છે. કુલ ૨૫ મૂર્તિઓમાંથી ૨૧ મૂર્તિઓ પર લેખો છે, ચાર પર લેખ નથી. પ્રતિષ્ઠા સમયના (સં. ૧૫૬૬ના) લેખવાળી સાત મૂર્તિઓમાંથી પણ સંઘવી સહસાએ તે ફક્ત એક જ મૂર્તિ કરાવી છે; બાકીની મૂર્તિઓ અન્ય
૨૨. “ગુરુગુણરત્નાકર કાવ્ય” સર્ગ ૩, લોક ૭૭માં લખ્યું છે કે–સં.સહસાએ અચલગઢના ચતુર્મુખ પ્રાસાદના મુખ્ય (ઉત્તર દિશાના) મૂળનાયકને સ્થાને બિરાજમાન કરવા માટે ૧૨૦ મણ ધાતુની એક મોટી મનોહર મૂર્તિ નવી કરાવી હતી, એને બાકીનાં -ત્રણ દ્વારમાં બિરાજમાન કરવા માટે એના જેવડી બીજી ત્રણ