________________
પ્ર. ૫ : અચલગઢનાં જૈન મંદિર નાયકજીની બંને બાજુની ધાતુની અને મૂર્તિઓ ઉપર વિ. સં. ૧૫૬૬ના લેખો છે.
આ પ્રમાણે નીચેના મૂળ ગભારામાં મૂળનાયકજીની ધાતુની મોટી મૂર્તિઓ ૪, ધાતુના મેટા કાઉસગ્ગીયા ૨, ધાતુની મેટી એકલ મૂર્તિઓ ૩, આરસની મૂર્તિ ૧ અને આરસના મોટા કાઉસગ્ગીયા ૨ છે. મૂલ ગભારાની બહાર ગૂઢમંડપના બને બાજુના દેરી જેવા અને ગોખલામાં થઈને ભગવાનની આરસની મૂર્તિઓ ૩ છે.
સભામંડપની અંદર બન્ને બાજુએ એક એક ગભારો છે, તેમાંના જમણી બાજુના ગભારાની અંદર મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન, તેમની જમણી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન અને ડાબી બાજુએ શ્રીનમિનાથ ભગવાનની મૂર્તિઓ છે. આ ત્રણે મૂર્તિઓ વિ. સં. ૧૯૯૮માં સિદેહીના રહેવાસી પિરવાડ શાહ વણવીરના પુત્રો શાહ રાઉત, લખમણ અને કર્મચંદે કરાવેલ છે. આવી મતલબના આ ત્રણે મૂર્તિઓ ઉપર લેખે છે. આ ગભારામાં કુલ મૂર્તિઓ ૩ છે.
ડાબી બાજુના ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ધાતુની બહુ સુંદર મૂર્તિ છે. આ મૂર્તિ વિ. સં. ૧૫૧૮માં પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતીય દેસી ડુંગરના પુત્ર
૨૧. ચૌમુખજીના મંદિરની બધી મૂર્તિઓ, કાઉસગ્ગીયા અને પાદુકા પદ પરના લેખે માટે “અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહના નંબર ૪૬૪થી ૪૮૪ સુધીના લેખો તથા તેનું અવલકને જુઓ.