________________
છે. ૫ : અચલગઢનાં જૈન મંદિર
શ્વરી ગેત્રવાળા મંત્રી શાહ સાલ્લાની માતા શ્રાવિકા બાઈ કમદેએ પિતાના પતિ શાહ સાભાના કલ્યાણ માટે કરાવી છે. આ મૂર્તિ ઉપર પણ લગભગ ઉપરની મતલબને વિ. સં. ૧૫૧૮ના વૈશાખ વદિ ૪ ને શનિવારને મેટે લેખ છે.
ચોથા (પશ્ચિમ દિશાના) દ્વારમાં મૂળનાયકજીના સ્થાને આદીશ્વર ભગવાનની ધાતુની મેટી મનહર મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પણ રાજા સેમદાસના રાજ્યમાં તેના પ્રધાન શાહ સાહા વગેરે ડુંગરપુરના શ્રાવકેએ (સંઘે) કરાવી અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક શ્રીલક્ષમીસાગરસૂરિજીએ વિ. સં. ૧૫રત્ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે કરી છે, એવી મતલબને તેના ઉપર મોટો લેખ છે.
આ બીજા, ત્રીજા અને ચોથા દ્વારના મૂળનાયકજીની તથા બીજી પણ કેટલીક મૂર્તિઓ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે કુંભલમેરુ (કુંભલગઢ) તથા ડુંગરપુરથી લાવીને અહીં પધરાવવામાં આવી હોય એમ જણાય છે.
આ ચારે મૂળનાયકની ધાતુની મૂર્તિઓ બહુ મેટી અને મને હર છે. આ ચારમાંથી બે મૂર્તિઓ એક સાથે બનેલી છે, પણ બીજી બે આગળ પાછળ જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થાને બનેલી હોવા છતાં ચારે મૂર્તિઓ લગભગ સરખી જોડીની અને સમાન આકૃતિવાળી બનેલી " જણાય છે. આ ચારે મૂર્તિઓની બેઠક પર દાયેલા, ઉપર લખેલા સંવના લેખો મોટા અને સુસ્પષ્ટ છે.
પહેલા દ્વારના મુખ્ય મૂળનાયકની બંને બાજુએ ધાતુના મેટા અને બહુ જ સુંદર આકૃતિવાળા બે કાઉસગ્ગીયા