________________
થી
મ. ૫ : અચલગઢનાં જૈન મંદિર
- પુત્ર સંઘવી સહસાએ શ્રી આદીશ્વર ભગવાનની ધાતુની બહુ જ ભવ્ય અને મોટી મૂર્તિ પિતે કરાવીને આ મંદિરના ઉત્તર દિશાના દ્વારમાં, મુખ્ય મૂળનાયકજીના સ્થાને, બિરાજમાન કરીને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૬૬ના ફાગણ શુદિ ૧૦ ને દિવસે પિતાના કાકાના દીકરા ભાઈ (સં. સોનાના પુત્ર) સંઘવી આસાએ કરાવેલા મહોત્સવથી તપગચ્છાચાર્ય શ્રીકમલકલશસૂરિશિષ્ય–પટ્ટધર શ્રીજયકલ્યાણસૂરીશ્વરજી પાસે કરાવી. આ મૂર્તિ (કદાચ આ મંદિર પણ) મીસ્ત્રી વાચ્છાના પુત્ર મીસ્ત્રી દેપાના પુત્ર મીસ્ત્રી અબ્દના પુત્ર મીસ્ત્રી હરદાસે બનાવેલ છે. ઉપરની હકીક્તવાળો વિ. સં. ૧૫૬૬ને વિસ્તૃત લેખ આ મૂર્તિ ઉપર છે. - ૧૯. છેલ્લી ત્રણ-ચાર શતાબ્દિમાં બનેલ કેટલીક તીર્થમાલાઓ અને સ્તવને વગેરેમાં અચલગઢનું આ મંદિર “સહસ સુલતાને બંધાવ્યું, “બાદશાહનું બંધાવેલું મંદિર' વગેરે ઉલ્લેખ જોવામાં આવે છે.
સંઘવી સહસા પોતે સુલતાન (બાદશાહ) નથી, તેમ તેમના ભાઈઓ કે કુટુંબીઓમાં સુલતાન નામની કોઈ વ્યક્તિ નથી. છતાં આમ શાથી લખાયું છે ? તે નિશ્ચયરૂપે સમજવામાં આવ્યું નથી. પરંતુ સંઘવી સહસા, માંડવગઢના (માળવાધિપતિ) બાદશાહ ગ્યાસુદોનને મુખ્ય મંત્રી હતા. ઘણું જ દ્રવ્ય ખર્ચીને આવું વિશાળ મંદિર તેણે બંધાવ્યું. પ્રતિષ્ઠા વખતે બાદશાહી ઠાઠમાઠથી મેટ સધ લઈને આવેલ, તે વખતે પુષ્કળ દ્રવ્ય ખરચ્યું અને યાચકને ખૂબ દાન આપેલ, તેથી જનતાએ અથવા યાચકોએ એ સંધવી સહસાને જ સુલતાન (બાદશાહ) કહી તેના ગુણગાન કર્યા હોય અને તેથી આ વાત જનતામાં પ્રચલિત રહી ગઈ હોય તે તે બનવા યોગ્ય છે.