________________
સ. ૫. અચલગઢ
મંદિરની રચના -
આ મંદિર અચલગઢની એક ઊંચી ટેકરી ઉપર આવેલું છે. મંદિર ઘણું વિશાળ, મનેહર, બે માળવાળું, શિખરબંધી અને મજબૂત કેટથી યુકત છે. તેમાં મુખ્ય
સ્થાનમાં ચૌમુખજીથી બિરાજિત મેટા ચાર દરવાજાવાળે. મૂળ ગભારે, બહુ વિશાળ અને મજબૂત છે.
મૂળ ગભારાની બહાર ગૂઢમંડપના સ્થાને ગેળ મંડપ- . ના બદલે એક લાંબે ખંડ જુદો પાડ્યો છે. તેમાં મૂળ ગભારાના મુખ્ય દરવાજાની બંને બાજુએ ખૂબ ઊંચા અને મેટા બે ગેખલા બનાવ્યા છે, ને મંદિરના દરવાજાના જેવા તેમાં ઉંબરા પણ મૂકેલા છે, તેથી આ બંને ગેખલાએમાં પહેલાં મેટા કાઉસગ્ગીયા પધરાવ્યા હશે અથવા પધરાવવા માટે ગોખલા તૈયાર કરાવ્યા હશે, પણ પછી કઈ કારણથી પધરાવ્યા નહિ હોય એમ લાગે છે. હાલ આ બંને ગેખલા ખાલી છે. આ બંને ગેખલાની બાજુમાં દીવાલની જેડાડ, પૂર્વ–પશ્ચિમ સન્મુખ, સુંદર કોતરણીવાળી શિખરબંધી એક એક દેરી બનેલી છે.
આ ગૂઢમંડપ પછી એક ઘણું વિશાળ અને ભવ્ય સભામંડપ બનેલ છે. આ સભામંડપમાં બંને બાજુએ, પૂર્વ-પશ્ચિમ સન્મુખ, એક એક ગભારો બનેલો છે. તેમાંના ડાબી બાજુના ગભારા પાસે કેસર–સૂખડ ઘસવાને એક ખંડ રાખેલ છે. ત્યાંથી ભમતીમાં જવાય છે.
ગૂઢમંડપમાં જવાના મુખ્ય દરવાજાની ઉપરના ઠેઠ ઊંચા પથ્થરના પાટડામાં ૧૪ સ્વપ્ન કોતરેલાં છે.
જો કે આ મંદિરમાં અને સભામંડપમાં બહુ સુંદર
*
.