________________
૩૨
આ ચ લ ગ વિ. સં. ૧૫૬૬ના ફાગણ શુદિ ૧૦ ને સોમવારે, તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિના પરિવારમાં થયેલા શ્રી સુમતિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીકમલકલશસૂરિના શિષ્ય શ્રી જયકલ્યાણસૂરિજી પાસે પ્રતિષ્ઠિત કરાવ્યું છે.
સંઘવી સહસાએ લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવવા ઉપરાંત તેની પ્રતિષ્ઠા વખતે હજારો માણસને મોટા ઠાઠ સાથેને સંઘ કાઢી, અચલગઢ આવી, મોટી ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરી તેમાં લાખો રૂપિયા કે સોનામહોર ખચી હતી, એ નિ:સંદેહ વાત છે. પં. શ્રીશીલવિજ્યજીએ સં. ૧૭૪૬માં રચેલ “તીર્થમાલાની કડી કપમાં લખ્યું છે કે “સં. સહસાએ આ પ્રતિષ્ઠામહોત્સવ વખતે સેવકે (સેવક, ભોજક આદિ યાચકે)ને એક લાખ દ્રવ્ય દાનમાં દીધું.” આ ઉપરથી એ સહેજે સમજી શકાશે કે–સં. સહસાએ પ્રતિષ્ઠામહોત્સવ વખતે કેટલું ધન ખેચ્યું હશે, અને તે કેટલે ઉદાર-દાનવીર હશે. સં. સહસાએ મંદિર બંધાવવામાં કેટલું દ્રવ્ય ખચ્યું હશે તેનું અનુમાન આ મંદિરને નજરે નિહાળનાર સહેજે કરી શકે તેમ છે.
થયો છે, પરંતુ શ્રીસુમતિસુંદરસૂરિજીના ઉપદેશથી સંઘવી સહસાએ મહારાવ લાખાની અનુમતિથી આ મંદિર બંધાવવાનું કાર્ય વિ. સં. ૧૫૪૦ પહેલાં જરૂર શરૂ કરી દીધું હશે, એમ લાગે છે.) અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું.” આ મંદિર સંબંધી તેમજ સંઘવી સહસા અને તેના કુટુંબી સંબંધી વિશેષ હકીક્ત જાણવા માટે “અબુદ પ્રાચીન જૈન લેખ સંદોહ” પૃષ્ઠ ૪૯૮થી ૫૦૬ જુઓ.