________________
પ્રકરણ પાંચમું : અચલગઢનાં જૈન મંદિરો
[૧] શ્રી ચામુખજી (આદીશ્વર)નું મુખ્ય મંદિર મંદિર બંધાવનાર –
અચલગઢના એક ઊંચા શિખર પર આવેલું શ્રી . આદીશ્વર ભગવાનનું બે માળનું આ ગગનચુંબી વિશાળ
ચતુર્મુખ (ચાર દ્વારવાળું) મંદિર, “રાણકપુરનું અતિ વિશાળ મંદિર બંધાવનાર “માંડવગઢ નિવાસી પરવાડજ્ઞાતીય ધરણશાહના મોટા ભાઈ સંઘવી રતનાના પુત્ર સંઘવી સાલિગના પુત્ર સંઘવી સહસાએ બંધાવીને
૧૮. સંઘવી સહસા જ્ઞાતિથી વિશા પિરવાડ અને સરહડીયા ગોત્ર હતો. “જૈન ગૂર્જર કવિઓ ભાગ બીજો અને પં. શીલ વિજયજીકત તીર્થમાળા વગેરેમાં લખવા પ્રમાણે તે માળવામાં આવેલ માંડવગઢને રહેવાસી હતો. સંઘવી સહસા દાનવીર, શુરવીર અને ધર્મવીર હતો. તેને, તે વખતના માળવાધિપતિ ગ્યાસુદ્દીન બાદશાહે પોતાના ધર્માધિક મંત્રીઓમાં અગ્રણ-મુખ્ય મંત્રી બનાવ્યો હતો. તેમ છતાં તે ધર્મકાર્યોમાં પણ હમેશાં તત્પર રહેતો હતો. તેના પિતા સંઘવી સાલિગે વંશવાલ (વાંસવાડા) નામક ગામમાં જિનાલય બંધાવ્યું હતું “ગુરુગુણરત્નાકર કાવ્ય” સ૩માં લખ્યું છે કે“સં. સહસાએ શ્રીસુમતિસુંદરસૂરિના ઉપદેશને હૃદયમાં ધારણ કરીને, ન્યાયથી ઉપાર્જન કરેલા પિતાના દ્રવ્ય વડે, સિરોહીના મહારાવ લાખાની અનુમતિ લઈને (યદ્યપિ આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૫૬૬ માં થઈ છે, અને મહારાવ લાખાનો સં. ૧૫૪૦માં સ્વર્ગવાસ