________________
હe
અ
ય લ
ગ
અહીંના કારખાનાને દર વર્ષે ખર્ચમાં ટેટો પડે છે, જરૂરી ખર્ચને પહોંચી વળવા જેટલી પણ આવક થતી નથી. ખાસ કરીને સાધારણ ખાતામાં વધારે ટેટો રહે છે. તે સાધારણું ખાતાને ડૂબતું બચાવી લેવા માટે કરેક યાત્રાળુઓએ ધ્યાન આપવાની જરૂર છે.
અહીંનાં ચારે મંદિરે ઉપર દર વર્ષે માહ સુદિ ૫ (વસંતપંચમી)ને દિવસે ધજા ચડાવવામાં આવે છે, તેથી તે દિવસે અહીં દર વરસે મેળો ભરાય છે. મેળામાં જૈન યાત્રાળુઓ અને આસપાસનાં ગામેના જેને ઉપરાંત છેડા -ઘણ અને અને આસપાસનાં ભીલ, મજૂરે, ખેડૂતો વગેરે પણ આવે છે. તે દિવસે પૂજા ભણાવાય છે અને આનંદપૂર્વક ધજા ચડાવવામાં આવે છે.
અહીંનાં ચાર મંદિરે પૈકીનાં ત્રણ મંદિરની મૂળનાયકજીની મૂર્તિઓની નીચે પલાંઠીની બેઠકમાં શિલાલેખે કોતરેલા છે, તેમાં એકેમાં માહ સુદિ પની મિતિ નથી. પરંતુ અહીંનાં ચારે મંદિરમાંથી કોઈ પણ મંદિરમાં, મંદિર કરાવ્યા સંબંધીને અને તેની પ્રતિષ્ઠા કરાવ્યાની સાલમિતિવાળે એકેકે લેખ મંદિરની દીવાલ વગેરેમાં દેલ નથી, તેથી આ મંદિરની પ્રતિષ્ઠાની (વર્ષગાંઠની) મિતિ કોઈને યાદ નહીં હોવાથી આગળની કાર્યવાહકોએ પોતાની અનુકૂળતા પ્રમાણે અહીંનાં ચારે મંદિરે ઉપર દર વર્ષે માહ સુદિ પને દિવસે ધજા ચડાવવાનું નક્કી કર્યું હશે, એમ લાગે છે.
અહીંના કારખાના તરફથી કારખાનામાં કાયમ ખાતે સદાવ્રતમાં એક પાલી ભરીને શેકેલા ચણ અપાય છે. કારખાનાની જરૂરિયાત માટે એક બળદગાડી અને એક ઘેડ રાખવામાં આવે છે, અને કેટલીકગાયનું પાલન કરવામાં આવે છે.