________________
પ. ૪ કે અલગ
આબુ કેપ અને દેલવાડાની ઊંચાઈ સમુદ્રની સપાટીથી લગભગ ચાર હજાર ફીટની છે, જ્યારે અચલગઢની ઊંચાઈ સાડાચાર હજાર ફીટની છે. ઊંચાઈ વધારે હોવાથી અહીંની હવા વધારે ઠંડી રહે છે, અને તે ગરમીની મોસમમાં લેકોને વધારે સુખદાયક નીવડે છે.
આબુ કેપ અને દેલવાડા કરતા અહીંનું પાણી વધારે સારું ગણાય છે, અને અહીંથી ગુરુશિખર જવાનું વધારે અનુકૂળતાભર્યું છે. જ્ઞાની, ધ્યાન, અધ્યાત્મી, અભ્યાસી તેમજ એકાંતમાં રહેવાનું જેમને વધારે પસંદ હોય તેઓને માટે આ સ્થાન સર્વોત્તમ ગણાય.
જેન યાત્રાળુઓ માટે તે અહીં સર્વ પ્રકારની સારી વ્યવસ્થા છે, અને યાત્રાળુઓને જે કાંઈ અવગડ હોય તે દૂર કરવા અને જોઈતી સગવડ પૂરી પાડવા માટે અહીંના કાર્યવાહકો સારી કાળજી રાખે છે. જેન યાત્રાળુઓ અહીં વધારે દિવસ સુધી રહેવું હોય તે ખુશીથી રહી શકે છે. અહીંની ધર્મશાળામાં વધારે દિવસ સુધી રહેવાથી ભાડું આપવું પડતું નથી. હમેશાં ટપાલ લાવવા-લઈ જવાને કારખાના તરફથી બંદોબસ્ત છે. તેમજ અહીં યાત્રાળુઓની સગવડ માટે જેન વે. કારખાના તરફથી થોડાં વર્ષોથી જૈન ભોજનશાળાને બંદોબસ્ત પણ થયે છે. માણસ દીઠ એક ટંકના આઠ આના લે છે. દર વરસે કારતક સુદિ ૧૫થી. અષાડ સુદિ ૧૫ સુધી ભોજનશાળા ચાલુ રહે છે, જેમાસામાં બંધ રહે છે તેથી જેન યાત્રાળુઓએ અહીં અનુકૂળતા પ્રમાણે વધારે દિવસ સુધી શેકાઈ તીર્થયાત્રા–સેવા-પૂજા આદિના અપૂર્વ આનંદને લાભ લેવા ચૂકવું ન જોઈએ.