________________
૨૮ •
- અ ચ લગ બીજી તરફથી સિદેહીના મહારાવ શિવસિંહજીએ વિ. સં. ૧૯૦૨ (સને ૧૮૫)માં પંદર શરતથી આબુ ઉપર ફાજ માટે સેનીટેરીયમ (સ્વાધ્યદાયક સ્થાન) બનાવવા માટે અંગ્રેજ સરકારને જમીન આપી, એટલે ત્યાં સરકારે છાવણી નાંખી. પછી ખરાડીથી આબુર્કેપ સુધીની ૧ માઈલની પાકી સડક બની. -
તા. ૩૦મી ડીસેમ્બર સને ૧૮૮૦ના દિવસે રાજપૂતાના માલવા રેલ્વે ખુલ્લી મૂકાઈ, તેમાં ખરાડી (આબુરોડ) સ્ટેશન થયું, ત્યારથી આ રસ્તો વિશેષ ચાલુ થયે છાવણી વધી. રાજપૂતાનાના એ. જી. જી. નું ગરમીની ઋતુમાં રહેવાનું મુખ્ય મથક થયું. રાજા-મહારાજા અને શેઠ –શાહુકાના બંગલા થયા. આબુ કંપની પાસે વસ્તી વધી (ગામ વસ્ય), અને તેથી જ સારી જેવી બજાર જામી ગઈ.
પરિણામે અચલગઢની પ્રજાને વેપાર-ધંધે તૂટ્યો. લેકેને આજીવિકાનું સાધન નહિ રહેવાથી વસ્તી ઘટવા લાગી, અને તે છેક ઘટી ગઈ. જેની વસ્તી પણ ઘટવા લાગી; તે ઘટતાં ઘટતાં પચાસેક વર્ષ પહેલાં અહીં જેનેનાં દશ ઘર રહ્યાં હતાં, અત્યારે તેમાંનું એક પણ ઘર રહ્યું નથી. તે પણ જેના કારખાનાના સિપાઈઓ, પૂજારીઓ, નાક ઉપરાંત જેને આજીવિકાનું સાધન રહ્યું છે એવા રાજપૂત, ખેડૂત અને ભીલો વગેરેની વસ્તી હજુ જરૂર છે.
આ પ્રમાણે વસ્તી અને જાહેરજલાલી ઘટી, પણ અચલગઢને મળેલી કુદરતી બક્ષીસે-સુંદર હવા, ગુણકારી પાણી, ઝાડી, જંગલ, ઘટાદાર સુંદર વૃક્ષે, કુંડ, ઝરણાં, ગુફાઓ વગેરે વગેરે–તો કયાંય ગયેલ નથી; એ તો કાયમ જ છે, તેમજ પ્રાચીન તીર્થસ્થાને-મંદિરે વગેરે પણ મેજૂદ જ છે.