________________
અ ચ લ ગ ૯ શ્રી મેહેરા પાર્શ્વનાથજીના મંદિરમાં ધાતુની પ્રાચીન એક્તીથીની એક મૂર્તિ છે. તેની પાછળ ખોદેલા લેખમાં લખ્યું છે કે મેરીનિવાસી, શ્રીશ્રીમાલજ્ઞાતીય, દાધેલીયા શેત્રવાળા શિઠ પન્નાની ભાર્યા વાપૂ, તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ધાતની ચાર મત્તિઓ કરાવી ને તેની શ્રીસંઘપ્રભસૂરિજી મ. ના ઉપદેશથી અચલગઢમાં વિ. સં. ૧૨૩૫ વૈશાખ સુદિ ૫ ગુરુવારે પ્રતિષ્ઠા કરાવી. ( આ મૂર્તિ મેઢેરામાં હાલ મેજૂદ છે.) - આ ઉપરથી જણાય છે કે-અચલગઢની નીચે મહારાજા કુમારપાલે બંધાવેલ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગયા પછી થોડા જ અરસામાં શ્રીસંઘપ્રભસૂરિજી મ. ના ઉપદેશથી અજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવ થયો હશે.
તેમજ ગામ ભાયણું (તા. વીરમગામ) માંના મૂળનાયકજી શ્રી મલ્લિનાથ પ્રભુજીના મંદિરમાં ધાતુની પંચતીર્થીની એક મૂર્તિ છે. તેની પાછળ ખોદેલા લેખમાં લખ્યું છે કેઅચલવાસિ-અચલગઢનિવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શેઠ રાઘવની ભાર્યા સેદના પુત્ર શેઠ દલાની ભાર્યા સીત, તેમણે પોતાના કલ્યાણ માટે શ્રી અજિતનાથ પ્રભુજીની મૂર્તિ કરાવી, અને તેની, તપાગચ્છનાયક શ્રીમાન સેમસુંદરસૂરિજી મ. ના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિજીએ વિ. સં.
૧૬. મુ. મોઢેરા (તા. ચાણસ્મા, મહેસાણા પ્રાંત) મુ. ના. શ્રી. મોઢેરા પાર્શ્વનાથજીના મંદિરમાં ધાતુની એકતીથી પ્રાચીન મૂર્તિ પરને આ મૂળ લેખ આ પ્રમાણે છે –
सं. १२३५ व. वै. शु. ५ गु. श्रीश्रीमालज्ञातीय दाधेलीया श्रे. पना भा. वापू श्रीपार्श्वबिंबं ४ का. अचलगढे श्रीसंघप्रभसूरि(रीणा)मुप. प्रति.. જોm |