________________
2. ૪: અચલગઢ હશે અને ત્યાં ધનાઢય અને સુખી શ્રાવકની તથા અન્ય કેમની વસ્તી કેટલી હશે?–તે વાતને વાચકે સ્વયં સમજી શકે તેમ હોવાથી તે માટે વિશેષ વિવેચન કરવાની જરૂર નથી.
વળી ગામ મેરા (પ્રાંત મહેસાણું)ના, મૂલનાયક પથ્થરમાં હાથ જોડીને ઊભેલી એક સ્ત્રીની મૂર્તિ કોતરેલી છે. તેની -નીચે લેખ દેલો છે, તેમાં લખ્યું છે કે–વિ. સં. ૧૫૫૩માં
અચલગઢમાં રહેનારી નગરગણિકા પ્રેમીએ આરસને આ ચોતરે. કરાવ્યો. તે લેખ આ પ્રમાણે છે
| ૐ સંવત ૧૫૧૨ વર્ષે કચેe (g) ૧૧ રોમે નાनायका प्रेमी सागमतकी पाचा(षां)णसंयुक्तचुतरा क(का)रापिता॥
જ્યાં ગણિકાઓ પણ આવાં લોકહિતનાં કાર્યો કરાવનારી રહેતી હોય, તે ગામ ધાર્મિક અને વ્યાવહારિક દૃષ્ટિએ સારી રીતે સમૃદ્ધ-આબાદ હોય તેમાં કાંઈ નવાઈ જેવું નથી.
૧૫. સં. ૧૬૭૮ આસો સુ. ૨ શુકે રચાયેલા “આબુ તીર્થ સ્તવન'માં લખ્યું છે કે-અલગઢમાંના ચૌમુખજીના મંદિરમાં સુખડ ઘસવાના એકાવન એરસીયા હતા. આ ઉપરથી તે સમયમાં અહીં શ્રાવકની વસ્તી કેટલી હશે અને યાત્રાળુઓની અવર-જવર . કેટલી હશે?–તે સહેજે સમજી શકાય તેમ છે.
પહેલાં દેલવાડા, એરીયા, અચલગઢ, સાલગ્રામ વગેરે આબુ ઉપરનાં ગામમાં શ્રાવકેની વસ્તી સારી સંખ્યામાં હતી. દેલવાડામાં પાંચ પાંચ મુનિરાજેએ ચોમાસાં કર્યાના તથા દેલવાડા અને અચલગઢના શ્રાવકેએ મૂર્તિઓ ભરાવ્યાના શિલાલેખે ત્યાંનાં મંદિરમાં ખોદાયેલા છે. તેમજ એરીયાનું દેરાસર તે એરીયાના સંઘે જ બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. લગભગ પચાસ વર્ષ પહેલાં અચલગઢમાં શ્રાવકેનાં દશેક ઘર હતાં, એમ વૃદ્ધ મુનિરાજે પાસેથી સાંભળ્યું છે. તેમાંથી કેટલાક આબુ કંપમાં અને કેટલાક આબુ નીચેનાં ગામોમાં રહેવા ચાલ્યા ગયા છે.