________________
૨૪
- અ ચ લ ગઢ ધર્મશાળાઓ ૨, જેના કાર્યાલયનું મકાન ૧ અને કાર્યાલયને બગીચે ૧ છે. કાર્યાલયનું નામ શેઠ અચલશી અમરશી (અચલગઢ) છે. અહીંના કારખાનાની દેખરેખ ગામ રહિડા (તા. સિહી)ના શ્રીસંઘની કમિટી રાખે છે. એરીયાના રસ્તા ઉપરની પાણીની પરબ, એરીયાના દેરાસરની દેખરેખ, આબુરોડના રસ્તા ઉપરની આરણ જૈન ધર્મશાળા (આરણ તલેટી)અને ત્યાં યાત્રાળુઓને અપાતું ભાતું વગેરે અચલગઢના કારખાના (કાર્યાલય) તરફથી ચાલે છે.
ઉપર કહેવામાં આવે તે કિલ્લો મેવાડના મહારાણા કુંભકર્ણ (કુંભાએ) વિ. સં. ૧૫૦લ્માં બંધાવ્યો હતે. મહારાણા કુંભકર્ણ આ કિલ્લામાં ઘણી વાર રહેતા હતા.
જે સમયે મેવાડ દેશના અધિપતિ મહારાણા કુંભકર્ણ સ્વયં પોતાના સામંત, વૈદ્ધાઓ અને પરિવાર સાથે આ કિલ્લામાં રહેતા હશે, અને જે ઠેકાણે ચૌમુખજી તથા શાંતિનાથજીનાં આવાં વિશાળ જિનમંદિર બંધાવવામાં આવ્યાં છે તે અચલગઢની તે સમયે જાહોજલાલી ૧૪ કેટલી
૧૩. આબુ ઉપરથી આબુ રોડ જતાં મા. નં. ૪-૪ની નજીકમાં આરણ જૈન ધર્મશાળા આવેલી છે. અહીં જેન યાત્રાળુઓ માટે સર્વ પ્રકારની સગવડ છે. તેઓ અહીં રાત્રિનિવાસ પણ કરી શકે છે. તેમને અહીં ભાતું અપાય છે, પીવા માટે ઊના પાણીની સગવડ રહે છે. અહીં એક ઘરદેરાસર છે, તેમાં ધાતુની ચોવીશી છે. આ દેરાસર ઉપર માહ સુદિ ૫ ને દિવસે ધજા ચડે છે. અહીં સાધુસંતે-કીરો અને જેને જરૂર હોય તેને શેકેલા ચણ અપાય છે.
૧૪અચલેશ્વરજી અને સારણેશ્વરજીનાં મંદિરની બહારના વચ્ચેના ખુલ્લા મેદાનમાંથી અમને એક લેખ મળી આવ્યો છે. એક