________________
અ ય ગ ૯
ગણેશપેાળના નામથી ઓળખાય' છે, પણ ત્યાં પાળ કે દરવાજો નથી. ત્યાંથી ૨૦ કદમ આગળ જતાં હનુમાનપાળ આવે છે. આ પાળના દરવાજા બહાર એક દેરીમાં હનુમાનજીની મૂર્ત્તિ છે. એ ખ’ડવાળી પાકી જૂની પાળ અને ગઢના કાંઠા મામ્બૂદ છે. અહીં'થી ઉપર ચઢવા માટે પથ્થર-ચૂનાથી બાંધેલેા ઘાટ શરૂ થાય છે. આ પાળની પાસે ડાબા હાથ પર કપૂરસાગર નામનું પાળમાંધેલું એક નાનું તળાવ છે, તેમાં ખારેક માસ પાણી રહે છે. તેના કાંઠા પર જૈન શ્વેતાંબર કાર્યાલયના એક નાના બગીચા છે. હનુમાનપેાળથી ૨૫ કદમ આગળ જતાં સડકથી જમણા હાથ તરફ લક્ષ્મીનારાયણનું મંદિર આવે છે, તેમાં એક દેરીમાં લક્ષ્મીનારાયણની મૂર્ત્તિ છે. તેની બાજુમાં ધર્મશાળા તરીકે અને પૂજારીને રહેવા માટે એ આરડી અને દલાણુ (આશરી ) છે. ત્યારપછી મને તરફ છૂટાં છૂટાં ખારડાં ( ઘર ) આવે છે. અહીંથી ૧૨૫ કદમ ઉપર ચઢતાં ચ'પા પાળ આવે છે. તેના દરવાજા બહારની એક તરફની દેરીમાં શિવલિંગ છે અને બીજી તરફની દેરી ખાલી છે. ચંપાપાળ ખરાખર સાબૂત ઊભી છે. તેમાં એક ગેાખલામાં ગણપતિની મૂર્તિ છે. અહી'થી ચઢવાનાં પગથિયાં આવે છે. અહીં'થી ૩૦ કદમ ઉપર ચઢતાં જૈન શ્વેતાંખર કાર્યાલય, જૈન ધર્મશાળા અને શ્રી કુંથુનાથ.ભગવાનનું મંદિર આવે છે. રસ્તાની અને ખાજીએ લેાકાનાં થાડાં મકાના આવે છે. ત્યાંથી થાડું ઊંચે ચઢતાં ડાબા હાથ તરફની દીવાલમાં ભરવજીની મૂર્ત્તિ છે. આ સ્થાન ભૈરવપાળના નામથી ઓળખાય છે. અહીથી જરા આગળ જતાં માટી જૈન ધર્મશાળા આવે છે. તેની અંદર થઈ ને જરા ઊંચે ચઢતાં પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનનું નાનું
११