________________
પ્ર. ૪: અચલગઢ
અહીં પહેલાં વસ્તી વધારે હતી, અત્યારે પણ થોડી-ઘણું વસ્તી છે. આ ટેકરીના ઉપરના ભાગમાં એક કિલ્લે બનેલો છે, તેનું નામ અચલગઢ છે, તેથી આ ગામને પણ લેકે અચલગઢ કહે છે.
તલેટી પાસે પહોંચતાં જતાં) જમણા હાથ (પશ્ચિમ) તરફ, સડકથી ૭૦ કદમ દૂર, એક નાની ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર છે. અને સડકથી ડાબા હાથ (પૂર્વ) તરફ સારણેશ્વર મહાદેવનું મંદિર આવે છે ત્યાંથી ૬૦ કદમ આગળ જતાં, ડાબા હાથ તરફ, અચલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. આ મંદિરના કંપાઉન્ડમાં બીજાં નાનાં નાનાં મંદિરે છે, અને તેની બાજુમાં ઉત્તર તરફ મંદાકિની કુંડ અને ભતૃહરિની ગુફા વગેરે છે. અચલેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં દક્ષિણ દિશામાં (રસ્તા ઉપરથી જમણું હાથ તરફ) અચલેશ્વરના મહંતને રહેવાનાં મકાનો (જે અત્યારે ખાલી છે) અને મંદિરની પાછળ મંદિરની જૂની વાવડી તથા નાને બગીચે છે. અહીંથી એટલે અચલેશ્વરના મુખ્ય દરવાજાથી ૫૫ કદમ આગળ જતાં પથ્થરની બાંધેલી સડક શરૂ થાય છે. ત્યાં ડાબા હાથ તરફ એક નાની દેરીમાં નારાયણ અને ગણપતિની બે મૂર્તિઓ છે. ત્યાં પણ એક પિળ પહેલાં હોવી જોઈએ. ત્યાંથી આગળ જતાં જમણા હાથ તરફ કિલાની દીવાલમાં ગણેશજીની મૂર્તિ છે. આ સ્થાન
૧૧. અચલેશ્વર મહાદેવ, મંદાકિની કુંડ, ભર્તૃહરિની ગુફા વગેરે બીજાં મંદિરો અને સ્થાન માટે આગળ “હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને વાળું પ્રકરણ જુઓ. .