________________
પ્રકરણ ચોથું : અચલગઢ
દેલવાડાથી ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણા)માં લગભગ ૪ માઈલ દૂર અને.એરીયાથી દક્ષિણમાં લગભગ ૧ માઈલ દૂર અચલગઢ નામનું ગામ છે. દેલવાડાથી અચલગઢની સડકે લગભગ ત્રણ માઈલ આવ્યા પછી જ્યાંથી એરીયા ગામ જવાની સડક જુદી પડે છે, અને જેના નાકા ઉપર પાણીની પરબ છે, ત્યાંથી અચલગઢની તળેટી સુધીની પાકી સડક અને અચલગઢ ઉપર ચઢવા માટેને ઘાટ, અચલગઢનાં જૈન મંદિરોના કાર્યાલય તરફથી ત્રીશેક વર્ષ પહેલાં બાંધવામાં આવેલ છે.° ત્યારથી યાત્રાળુઓને ત્યાં જવા-આવવા માટે વિશેષ અનુકૂળતા થઈ છે.
અચલગઢ ગામ, એક ઊંચી ટેકરી ઉપર વસેલું છે.
૧૦. આ દેઢ માઈલની પાકી સડક અને ઉપર ચઢવાનો ઘાટ બંધાયેલ ન હતો ત્યારે અચલગઢ જવાવાળા યાત્રાળુઓને બહુ મુશ્કેલી વેઠવી પડતી હતી. એરીયાની સડકના નાકા ઉપરની પરબની પાસે બેલગાડીઓ છોડી નાંખતા. ત્યાંથી યાત્રાળુઓ-મુસાફરોને પિતાનાં બાલ-બચ્ચાં તથા સામાન લઈને કાચે રસ્તે પગે ચાલીને
અચલગઢ જવું પડતું હતું. ઉપર ચઢવાનો રસ્તો પણ બાંધેલે નહિ હોવાથી બહુ હેરાનગતિ થતી હતી. અચલગઢના કારખાનાના કાર્યવાહકેાના પ્રયાસથી પાકી સડક અને ઘાટ બંધાઈ જવાથી હવે મુશ્કેલી જરા પણ રહી નથી. આ માટે કારખાનાના કાર્યવાહકે અને તે વખતના મુખ્ય મુનીમને ધન્યવાદ ઘટે છે.