________________
પ્ર. ૩; એરીયા
વિ. સં. ૧૮૭૫ના વૈશાખ શુદિ ૮ ને દિવસે આબુના . વર્ણન માટે લખાયેલા હસ્તલિખિત એક છૂટક પાનામાં પણ તે વખતે એરીયામાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુનું મંદિર હવાનું લખ્યું છે.
આ મંદિર ગામની જમીનથી પંદરેક ફૂટ ઊંચી ટેકરીના એક વિશાળ પથ્થર ઉપર ગામના મધ્ય ભાગમાં મૂળ ગભારે, ગૂઢ મંડપ, શિખર અને ભમતીના કેટયુક્ત બનેલું છે. ગૂઢ મંડપની આગળ નવ ચેકીઓ બનાવવા માટે ચેત બનાવી રાખેલ છે. તેની પછી સભામંડપ બનાવવા જેટલી જગ્યા છે. ત્યાર પછી નાને દરવાજો બને છે. મૂળનાયકની જમણી બાજુમાં જિનમાપટ્ટની પાસે અથવા તેને સ્થાને એક જિનમૂર્તિ બિરાજમાન કરવાની જરૂર છે. આ દેરાસર ઉપર દર વર્ષે મહાસુદિ ૫ (વસંતપંચમી)ને દિવસે ધજા ચડાવવામાં આવે છે.