________________
છે. 8: એવીયા જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભટ અને (આપણું) ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. (મૂળનાયક જીની મૂર્તિને આ ફેરફાર ક્યારે થયે તે માટે દેલવાડાઅચલગઢમાં લેકેને પૂછતાં કાંઈ પત્તો લાગે નથી, અર્થાત છેલ્લાં પચાસેક વર્ષોમાં ફરીવાર પ્રતિષ્ઠા કે મૂર્તિઓનું પરાવર્તન થયાનું કેઈની જાણમાં નથી) આ પ્રમાણે મૂળનાયકજીની મૂર્તિમાં ફેરફાર થઈ ગયો છે, છતાં હજુ પણ આ મંદિરને શ્રી મહાવીર સ્વામીનું મંદિર કહે છે.
આ મંદિરમાં ઉપર્યુક્ત ત્રણ મૂર્તિઓ સિવાય વીશીને પટ્ટમાંથી છૂટી પડી ગયેલી ભગવાનની સાવ નાની મૂર્તિઓ ૩ તથા જિન-માતાની વીશીના ખંડિત પટ્ટને એક ટુકડે છે.
આ મંદિરમાં એક પણ લેખ જોવામાં આવ્યું નથી, તેથી આ મંદિર કોણે અને કયારે બંધાવ્યું તે ચોક્કસ રીતે જાણવામાં આવ્યું નથી. પરંતુ ચૌદમી શતાબ્દિના લગભગ મધ્ય સમયમાં શ્રીમાન જિનપ્રભસૂરિજીએ બનાવેલા “વિવિધતીર્થકલ્પ” અન્તર્ગત “અબ્દક૯૫માં આબુ ઉપર ફક્ત
૭. મૂળનાયક પૂર્વસમ્મુખ બિરાજમાન છે. તેમના જમણું હાથ તરફ (આપણી ડાબી બાજુએ) જગ્યા ઘડી હેવાથી અને શ્રી શાંતિનાથજી ભગવાનની મૂર્તિ મોટી હોવાથી એની બાજુમાં જ પૂર્વસમુખને બદલે ઉત્તરસમુખ બિરાજમાન કરેલ છે. કદાચ આ મંદિર બન્યું એ વખતે આ મૂર્તિને મૂળનાયક તરીકે બિરાજમાન કરેલ હશે. જે એમ જ હોય તો પછી મૂળનાયકનું પરિવર્તન શા માટે કરવામાં આવ્યું તે સમજાતું નથી. આ ત્રણે મૂર્તિઓ મનોહર અને અખંડિત છે.