________________
પ્રકરણ ત્રીજું: એરીયા
દેલવાડાથી ઉત્તર-પૂર્વમાં (ઈશાન ખૂણામાં) રૂા માઈલ દૂર એરીયા નામનું ગામ છે. દેલવાડાથી અચલગઢ જવાની પાકી સડકે ૩ માઈલ જવાથી સડક ઉપર જ, અચલગઢ જૈન મંદિરના કારખાના (કાર્યાલય) તરફથી એક પાકું મકાન બનેલું છે. ત્યાં એ જ કારખાના તરફથી પાણીની પરબ બેસે છે. ત્યાંથી એરીયાની સડકે ચડી ના માઈલ જવાથી એરીયા ગામ આવે છે. એરીયા અત્યારે નાનું ગામડું છે, પરંતુ પ્રાચીન છે. સંસ્કૃત ગ્રંથમાં આનાં
રિયાસપુ, કોરીયાણા અને રાણાગામ વગેરે નામ આવે છે. અહીં એરીયાના શ્રીસંઘે બનાવેલું શ્રીમહાવીરસ્વામીનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરનો વહીવટ અને દેખરેખ અચલગઢ જેન મંદિરના કારખાના (કાર્યાલય)ને હસ્તક છે. અહીં અત્યારે શ્રાવકનાં ઘર, જૈન ધર્મશાળા કે ઉપાશ્રય - પ. પરબનું મકાન એક નાના કંપાઉન્ડ યુક્ત છે. તે મકાનમાં સામસામે બંને બાજુએ એક એક ઓરડે અને વચ્ચે ઓસરી બનેલ છે. ત્યાં પીવા માટે ગરમ અને ઠંડા પાણીની સગવડ રાખવામાં આવે છે. આ પરબ હરેક મનુષ્ય માટે છે.