________________
અ ચ લ સ હ
આ જ છે. આ સિવાય પગદંડીના બીજા રસ્તા છે, જેમાં આરણ તલેટી પાસેથી નીકળતી પગદંડીથી ઝાડી, જંગલ અને ઉતાર-ચડાવવાળા પહાડી રસ્તે લગભગ ૬થી ૭ માઈલ ચાલવાથી (દેલવાડા ગયા સિવાય) સીધા અચલગઢ પહે ચાય છે. પણ આ રસ્તે ઘણો જ વિકટ છે. તે રસ્તે જંગલમાં રહેનારા ભીલે સિવાય બીજું કંઈ જતું–આવતું નથી. માટે આ રસ્તે કેઈએ જવાઆવવાનું સાહસ ખેડવું નહીં.
આબુની પૂર્વ તરફની તળેટીમાં આવેલાં કાછોલી, અસપર, ટેકરા અને કાસીંદ્રા વગેરે ગામ પાસેથી નીકળતી પગદંડીઓથી પહાડી રસ્તે લગભગ આઠ આઠ માઈલ ચાલવાથી અચલગઢ પહોંચાય છે.
આ અને બીજા પણ પાંદડીના રસ્તા વિકટ છે. તેથી તે રસ્તે ભેમીઓ અને ચેકીદાર સાથે લીધા વિના કદી પણ જવું નહીં. - વાહને –
હાલમાં દેલવાડાથી અચલગઢ સુધીની મેટર બસ સર્વિસ ચાલુ થઈ છે. આ મેટર બસ, ગરમીની ઋતુમાં હમેશાં સવારમાં ૧૧ વાગ્યે દેલવાડાથી રવાના થઈને અચલગઢ આવે છે, અને ત્યાંથી પાછા ગરમીની ઋતુમાં હમેશાં સાંજના ચાર વાગ્યે રવાના થઈને દેલવાડા જાય છે. એક સવારીનું જવા-આવવાનું ભાડું સવા રૂપિયા છે અને એક તે વખતના બાર આના લે છે. સ્પેશીયલ મેટર બસ અને ટેક્ષીઓની ઈજારદાર પાસે માગણી કરવાથી તે તેમની અનુકૂળતા પ્રમાણે સગવડ કરી આપે છે.