________________
પ્રકરણ બીજું: રસ્તાનું વાહન મુકું
રસ્તા –
“આબુ' પુસ્તકની ગુજરાતી બીજી આવૃત્તિ પૃષ્ઠ ૬થી. ૧૧માં મેં જણાવ્યા પ્રમાણે વાહન દ્વારા અથવા પગે ચાલીને ખરાડી (આબુરોડ) અને અણુંદરા (હણોદ્રા)ના રસ્તાથી દેલવાડા” અવાય છે, દેલવાડાથી અચળગઢ સુધીની કામાઈલની પાકી સડક બનેલી છે. આ રસ્તેથી અચલગઢ જવાય છે.
- અચલગઢ જેવાવાળા બધા લેકે ભેગા થઈને દેલવાડાથી ઉનાળાની ઋતુમાં લગભગ સવારે આઠથી નવ વાગ્યે અને શિયાળા તથા માસામાં સવારે નવથી દસ વાગ્યે. રવાના થાય છે. સિરોહી સ્ટેટની પોલીસ, ચોકી માટે સાથે આવે છે. અચલગઢમાં ઈચ્છા પ્રમાણે રહેવું હોય તેટલા દિવસ રેકાઈ, દેલવાડા પાછા આવવું હોય ત્યારે ત્યાંથી બપોરના ચાર વાગ્યાના સુમારે બધા યાત્રાળુઓની સાથે રવાના થઈને દેલવાડા જવું. તે વખતે પણ સ્ટેટની પોલીસ સાથે આવે છે.
અચલગઢ જવા માટે મુખ્ય અને ધોરી રસ્તે