________________
અ ય લ ગ 4
થાય છે.) આ ઉપરથી આનું અબુંદ અને નંદિવર્ધન નામ પડયું હશે, એમ જણાય છે. પરંતુ હિંદુઓની માન્યતા પ્રમાણે તે નંદિવર્ધન પહાડ અબુંદ સર્પ દ્વારા ત્યાં આવ્યું. તે પહેલાં પણ આ ભૂમિ પવિત્ર હતી એ તે ચેકસ વાત. છે. કેમકે તે પહેલાં પણ અહીં ઋષિઓ તપ કરતા હતા, એમ ઉપર કહેવામાં આવ્યું છે. માટે આબુ પહાડ ઘણે પ્રાચીન અને પવિત્ર છે, તેમાં જરા પણ સંદેહ જેવું નથી. યણિક પદાર્થો વધારે પ્રમાણમાં છે. આબુની અધિષ્ઠાત્રી અંબિકાદેવી પ્રત્યે પ્રાર્થના છે કે-ઉપર્યુક્ત વૈજ્ઞાનિકનું અનુમાન છેટું પડે. અને આબુ ચિરસ્થાયી બને.
૪ જૈન શાસ્ત્રમાં આ પહાડનું “અબુંદી નામ પાડવામાં નીચે પ્રમાણે હેતુઓ આપ્યા છે.
(૧) યુગાદિદેવ શ્રીષભદેવપ્રભુ અને શ્રીનેમિનાથપ્રભુજીનાં દર્શન-નમન કરવા માટે અર્બદ=શ કેડ ઋષિઓ અહીં રહીને. તપ કરતા હતા, તેથી આ ગિરિનું નામ “અબુંદ પડ્યું અને તે તીર્થ તરીકે પ્રસિદ્ધિને પામ્યો. આ પ્રમાણે શ્રીતરુણપ્રભસૂરિજીકૃત “શ્રી અબુદાચલાલંકારશ્રીયુગાદિજિન–શ્રીનેમિનિસ્તવન" (સંસ્કૃત પદ્યાત્મક)ના ૧૧મા શ્લોકમાં લખ્યું છે.
(૨) અને શ્રીજિનરત્નસૂરિજીકૃત “અબુદાચલાલંકાર-શ્રી યુગાદિદેવસ્તવન' (સંસ્કૃત પદ્યબદ્ધ)ના દશમા લેકમાં કહ્યું છે. કે–તરણતારણ શ્રી ઋષભદેવપ્રભુજી સન્મુખ જે જે વસ્તુઓ ધરી હેય-અર્પણ કરી હેય–તે તે વસ્તુઓ અબુદગુણી=દશ ક્રેડ ગુણ થાય છે, અર્થાત અર્પણ કરનારને તે તે વસ્તુઓ ભવિષ્યમાં આ ભવમાં કે ભવાંતરમાં—દશ ક્રોડ ગુણ મળે છે. આ કારણથી આ ગિરિનું નામ અબુંદી પડયું છે, અને તે તીર્થ તરીકે અતિ પ્રસિદ્ધિમાં આવ્યું છે..