SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧ : ગિરિરાજ આબુ આબુની ઉત્પત્તિ માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં લખેલું છે, અને તે વાત હિંદુઓમાં બહુ પ્રસિદ્ધ પણ છે, કે–અહીં પહેલાં ઋષિએ તપ કરતા હતા. તેમાંના વસિષ્ઠ દ્રષિની કામધેનુ ગાય, ઉતંક ઋષિએ ખેદેલા ઊંડા ખાડામાં પડી ગઈ. ગાયને તે ખાડામાંથી નીકળવું બહુ મુશ્કેલ થઈ પડ્યું. પણ પિતે કામધેનુ હોવાથી પોતાના દૂધથી તેણે આખે ખાડે ભર્યો અને પછી પોતે તરીને બહાર નીકળી આવી. પરંતુ ફરીને આવું કષ્ટ ન થાય એટલા માટે વસિષ્ઠ -ષિએ હિમાલયને પ્રાર્થના કરી; તેથી હિમાલયે પિતાના નંદિવર્ધન નામના પુત્રને ઋષિએનું દુ:ખ મટાડવાની આજ્ઞા કરી. વસિષ્ઠજી નંદિવર્ધનને અબુદ સર્પ દ્વારા ત્યાં લાવ્યા અને તે ખાડામાં સ્થાપી ખાડો પૂરી દીધું અને અર્જુ સર્પ પણ પહાડની નીચે, પહાડને ધારણ કરીને, ત્યાં જ રહેવા લાગે. (કહેવાય છે કે અબ્દસર્પ છ છ મહિને પડખું ફેરવે છે તેથી આબુ ઉપર છ છ મહીને ધરતીકંપ વિ. સં. ૧૭૪રમાં રચેલ “શ્રીઅબુદાચલ ઉત્પત્તિ ચૈત્યપરિપાટી સ્તવન”ની છઠ્ઠી ઢાળની બીજી કડી વગેરે ગ્રંથમાં લખ્યું છે કેઆબુ ઉપર ભરત ચક્રવતીએ મંદિર બંધાવ્યાં હતાં. ( ૩ આબુ ઉપરની ભૂમિમાં રાસાયણિક પદાર્થો વધારે હોવાથી આબુ ઉપર વર્ષમાં ૨-૩ વાર ધરતીકંપ થાય છે. - એક યુરોપિયન વૈજ્ઞાનિકનું અનુમાન છે કે-“લગભગ દેઢસો વર્ષ પછી આબુ ઉપર જવાળામુખી ફાટી નીકળશે, અને તેથી આબુ ઉપરનાં બધાય ગામો આદિને નાશ થશે. આબુ ઉપર એટલે વરસાદ વધારે થશે તેટલું તેનું આયુષ્ય વધશે.” આ ઉપરથી પણ જાણી શકાય છે કે આબુ ઉપરની ભૂમિમાં ગંધક આદિ રાસા
SR No.006289
Book TitleAchalgadh Sachitra Aetihasik Varnan
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1948
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy