________________
અ ય લ ગ
.
શાસ્ત્રોમાં આબુનું નામ અબુંદગિરિ આવે છે અને બીજું નંદિવર્ધન નામ પણ આવે છે.
(૨) આબુથી નજીકમાં પશ્ચિમ દિશામાં આવેલા (જોધપુર સ્ટેટના) ભીનમાલ નામના ગામના શ્રી મહાવીર સ્વામીના પ્રાચીન મંદિરમાંના વિ. સં. ૧૩૩૪ના લેખના પ્રારંભમાં લખ્યું છે કે“ભગવાન મહાવીરસ્વામી ભીનમાલમાં પધાર્યા હતા.”
(૩) અંચલગરછીય શ્રી મહેન્દ્રસૂરિજીએ વિ. સં. ૧૩૦૦ લગભગમાં રચેલ “શ્રીઅષ્ટોત્તરી તીર્થમાલા”ની ૯૭મી ગાથામાં લખ્યું છે કેશ્રી મહાવીર પ્રભુ અબ્દભૂમિમાં વિચર્યા હતા.” !
(૪-૫) તપાગચ્છાધિપતિ શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીરત્નમંદિર ગણિએ વિ. સં૧૫૧માં રચેલા “ઉપદેશતરંગિણું” નામના સંસ્કૃત ગ્રંથના પૃષ્ઠ ૪ (ય. વિ. ચં)માં અને શ્રી ઇંદ્રહંસ ગણિએ લગભગ વિ. સં. ૧૫૫૫માં રચેલ “ઉપદેશક૯૫વલી નામના સંસ્કૃત ગ્રંથના પલ્લવ ૩૬, પૃષ્ઠ ૩૪૧ (હી. .)માં લખ્યું છે કે – “શ્રીષભદેવ ભગવાનના ઉપદેશથી આબુ ઉપર ભરત ચક્રવર્તીએ શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું તથા અહીં ઘણું મુનિઓ તપસ્યા કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા છે.
(૬) તપાગચ્છનાયક શ્રીમાન સોમસુંદરસૂરિજીના પ્રશિષ્ય શ્રી જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૯૭માં રચેલા “મહામાત્ય શ્રીવાસ્તુપાલચરિત્ર”ના આઠમા પ્રસ્તાવના પ્રારંભના આઠ કેમાં ઉપર્યુક્ત બને વાતો લખવા ઉપરાંત વધારામાં લખ્યું છે કે-“અબુંદભૂમિમાં શ્રી મહાવીર ભગવાન વિચર્યા હતા.”
(૭–૧૦) શ્રીધનેશ્વરસૂરિજીત “શ્રી શત્રુંજયમાહાભ્ય” પૃ. ૩૪૩ (પ્ર. હી. હં)માં; શ્રી હંસરત્નવિરચિત “શ્રી શત્રુંજયમાહાત્મ્ય”પૃ.૨૭૯ (પ્ર. શેઠ કીકાભાઈ પ્રેમચંદ)માં “શ્રીહીરસૌભાગ્ય મહાકાવ્ય” ના તેરમા સર્ગના ૨૨૦મા શ્લોકની ટીકામાં અને વાચક વિનયશી