________________
પ્ર. ૧ : ગિરિરાજ આબુ
કે તે પછીનાં ૯૪ વર્ષીના સ્તરમાં તે જૈન વિદ્વાને નાશ થઈ ગયેા હાય.
વિક્રમની ચૌદમી શતાબ્દિના ઉત્તરા માં રચાયેલ ‘વિવિધતીર્થંકલ્પ ’ માંના ઢિ પુરીતીર્થં કલ્પમાં લખ્યું છે કે— “ શ્રીમાન્ સુસ્થિતાચાર્યજી અનુદાચલથી અષ્ટાપદની યાત્રા માટે રવાના થયા. આ સુસ્થિતાચાર્યજી ( આસુસ્થિત ), શ્રીમહાવીરસ્વામી ભગવાનથી દશમી પાટે એટલે • વીરાત્ ર૯૧ વર્ષ પછી (આજથી લગભગ ૨૧૫૦ વર્ષો પહેલાં) થઈ ગયા છે.
૮ ઉપદેશસપ્તતિકા ’ ના ત્રીજા અધિકારના બીજા ઉપદેશમાં લખ્યું છે કે—(વિક્રમની પહેલી શતાબ્દિમાં થયેલા) શ્રીમાન પાદલિપ્તસૂરિજી મહારાજ આકાશગામિની વિદ્યાથી હમેશાં ૧ શત્રુજય, ૨ ગિરનાર, ૩ અષ્ટાપદ, ૪ આખુ અને ૫ સમેતશિખર આ પાંચ તીર્થોની યાત્રા કર્યા પછી જ આહાર—પાણી (ભાજન) કરતા હતા.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે વિમળશાહે અહી જૈન મદિર અંધાવ્યું તે પહેલાં આબુ જૈન તીર્થ હતું.
१. अन्यदा सुस्थिताचार्या अर्बुदाचलादष्टापदयात्रायै प्रस्थिताः । —વિવિધતીર્થંકલ્પમાં ૪૩. દ્વિપુરીતી'કલ્પ પૃ. ૮૧ (સિંઘીગ્રંથમાલા.)
૨. (૧) આબુરોડથી પશ્ચિમ દિશામાં ચાર માઈલની દૂરી પરના મુંગચલા (મુ ડસ્થલ મહાતી')' ગામના શ્રીમહાવીરસ્વામીના પ્રાચીન ચૈત્યના ખંડિયેરમાંથી મળેલા વિ. સં. ૧૪૨૬માં ખાદાયેલા એક લેખમાં લખ્યુ` છે કે—“ શ્રીમહાવીર ભગવાન છદ્મસ્થાવસ્થામાં અનુદભૂમિમાં વિચર્યાં હતા.”