________________
- અ ચ લ ગ ઢ અને આઠ માઈલ પહોળો છે; અને એકદમ ઊંચાઈમાં વધે છે. ઉપરથી લંબાઈ અત્યારે બાર માઈલ અને પહેલાઈ બેથી ત્રણ માઈલની છે. સમુદ્રની સપાટીથી આબુ કેમ્પના બજાર પાસેની ઊંચાઈ ૪૦૦૦ ફીટની છે, અને ગુરુશિખરની ઊંચાઈ પદ૫૦ ફીટની છે. અર્થાત આબુ ઉપર સૌથી ઊંચું સ્થાન ગુરુશિખર છે.
આબુ ઉપર દરવર્ષે સરેરાશ ૬૯ ઇંચ વરસાદ પડે છે. ઉનાળામાં ગરમી વધારેમાં વધારે ૯૦ ડીગ્રી સુધી પડે છે, અને શિયાળામાં ઠંડી વધારેમાં વધારે કઈ વખત ૪૫ ડીગ્રી સુધી પહોંચી જાય છે. - અહીં પહેલાં વસિષ્ઠ ગડષિ તપશ્ચર્યા કરતા હતા. તેમના અગ્નિકુંડમાંથી પરમાર, પડિહાર, સોલંકી અને ચૌહાણ –એ નામના ચાર પુરુષે ઉત્પન્ન થયા. તેઓના વંશજોની એ જ નામની ચાર શાખાઓ થઈ એમ રાજપૂત માને છે.
આબુ ઉપર વિ. સંવત ૧૦૮૮માં, ગુરાધિપતિના દંડનાયક-સેનાપતિ વિમળશાહે જૈન મંદિર બંધાવ્યું, તે વખતે જો કે બીજું એક પણ જૈન મંદિર અહીં વિદ્યમાન ન હતું, પરંતુ પ્રાચીન અનેક પટ્ટાવલી-થેથી જણાય છે કે શ્રી મહાવીર સ્વામીથી ૩૩મી પાટે થયેલા શ્રી વિમલચંદ્રસૂરિના શિષ્ય, વડગચ્છ (વૃદ્ધગચ્છ)ના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિ અહીં વિ. સંવત ૯૯૪માં યાત્રા કરવા માટે પધાર્યા હતા. તેથી તે વખતે અહીં જૈન મંદિરે હેવાનું સંભવી શકે છે. સંભવ છે.