________________
અલગ છે
જેવું છે, અને તેથી જ વધારે ન લખતાં ટૂંકમાં માત્ર એટલું જ કહેવાનું કે આખુ પહાડ; ૧-૨ દેલવાડા અને અચલગઢનાં જૈન મદિરા, ૩ ગુરુશિખર, ૪ અચલેશ્વર મહાદેવ, ૫ મંદાકિની કુંડ, રેવતી કુંડ, ૭ ભૃગુઆશ્રમ, ૮ ભતૃ હિરશુફા, ૯ ગોપીચંદજી ( હરિશ્ચંદ્ર )ની ગુફા, ૧૦ કોટેશ્વર ( કનખલેશ્વર ) મહાદેવ, ૧૧ ભીમગુફા, ૧૨ શ્રીમાતા ( કન્યાકુમારી ), ૧૩ રસીયા વાલમ, ૧૪ નલગુફા, ૧૫. પાંડવગુફા, ૧૬ અર્બુદાદેવી ( અધરદેવી ), ૧૭ પાપકટેશ્વર મહાદેવ, ૧૮ રઘુનાથજીનું મંદિર, ૧૯ દુલેશ્વરજીનું મદિર, ૨૦ રામઝરુખા, ૨૧ રામકુંડ, ૨૨ વશિષ્ઠાશ્રમ, ૨૩ ગૌમુખી ગંગા ૨૪ ગૌતમ-આશ્રમ, ૨૫ મધવાશ્રમ, ૨૬ શાંતિ-આશ્રમ, ૨૭ ગણપતિનું મંદિર, ૨૮ વાસ્થાની,૨૯ ક્રોડીધજ, ૩૦ દેવાંગણુજી, ૩૧ હૃષીકેશ, ૩૨ નખી તળાવ, વગેરે વગેરે તીર્થ સમાન સ્થાનાને લીધે પ્રાચીન કાળથી જેમ જૈન, શૈવ, શાકત, વૈષ્ણુવા વગેરેને માટે પવિત્ર અને તીર્થ સ્વરૂપ છે, તેમ પેાતાની રમણીયતા અને આરોગ્યપ્રદ આબેહવાને લીધે યુરેપિયના તથા દેશી રાજા-મહારાજાઓને પણ્ સ પૂર્ણ આન ંદદાયક છે. ભાગીઓને માટે ભોગનું અને યાગીઓને માટે યોગ સાધવાનું આ સ્થાન છે; જડી, છૂટી અને ઔષધિઓના ભંડાર છે; અને કુદરતી ઝાડી, જંગલ, નદી, નાળાં અને ઝરણાં વગેરેથી અતિ સુશૅાભિત છે. અહી પગલે પગલે આંખા, કરમદા આદિ અનેક પ્રકારનાં મૂળાનાં ઝડા; તેમજ ચંપા, મેગરા આદિ ફૂલેનાં ઝાડા ટાકાનાં મનને રજિત કરે છે. ઠેકાણે ઠેકાણે વાવ, કૂવા, તળાવ, સરાવર, કુંડ, ગુફાએ ગેરે ઢળ્યે આનંદ આપે છે.