________________
૧૩
અચલગઢ અને એરિયામાંના કુલ પાંચ જેન મંદિરેમાંથી. કુલ ૧૫ શિલાલેખો મળ્યા છે, તે બધાય મૂળ સંસ્કૃત લેખે, ગુજરાતી ભાષાના અવલોકન તથા અતિહાસિક ટિપણે સાથે, “શ્રી અબ્દ-પ્રાચીન–જેન-લેખસંદેહ”(આબૂ ભાગ બીજા) માં પ્રકટ કરવામાં આવ્યા છે, તેથી તેને ફરીને આ પુસ્તિકામાં આપીને આ પુસ્તિકાનું કદ વધારવામાં આવ્યું નથી એટલે કે એ આમાં આપ્યા નથી. - આ પુસ્તિકાના મુનું સંશોધન કરવામાં, બ્લેકે તથા જેકેટ કરાવવામાં અને સર્વ રીતે આ પુસ્તિકાને આકર્ષક બનાવવામાં સંપૂર્ણ સહયોગ આપનાર સાયલા (હાલ અમદાવાદ) નિવાસી ગુરુભકત સેવાભાવી ન્યાયતીર્થ તકભૂષણ શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈને, જે જે ગ્રંથનાં આમાં પ્રમાણે (રેફરન્સ) આપવામાં આવ્યાં છે તે તે ગ્રંથોના લેખકો, સંપાદક, પ્રકાશકોને તથા આ પુસ્તિકા છપાવવામાં થોડે ઘણે અંશે પણ સહાય આપનારા દરેક સજજનેને ધન્યવાદ આપવાવાનું હું ઉચિત ધારું છું.
પ્રાંતે, વાચકો આ પુસ્તિકા વાંચીને શ્રીઅચલગઢ તીર્થની યાત્રા કરવા માટે વિશેષ પ્રેરાશે તેમજ ત્યાં જઈને સમ્યકત્વ નિર્મળ કરવા અને આત્મકલ્યાણ સાધવા વિશેષ પ્રયત્નશીલ બનશે તો લેખક, પ્રકાશક અને સહાયકોને પ્રયાસ અવશ્ય સફળ થશે.
છેવટે-પૂજ્યપાદ સ્વ. ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિજી મહારાજની અસીમ કૃપાથી અને આંતરિક સહાનુભૂતિથી જ આ કૃતિ-પુસ્તિકા હું જનતા સમક્ષ મૂકવા ભાગ્યશાળી થયે