________________
છું. એવી જ રીતે પૂજ્યપાદ ગુરુદેવ પ્રત્યે પ્રાર્થના છે કેતીર્થોને ઈતિહાસ અને બીજું લેકેપગી ઉત્તમોત્તમ સાહિત્ય જનતા સમક્ષ વિશેષ પ્રમાણમાં રજૂ કરવાનું મને સામર્થ્ય અર્પણ કરે! એ જ અભિલાષા સાથે હું મારું વકતવ્ય અહીં સમાપ્ત કરું છું.. માંડળ (જિલ્લે અમદાવાદ ) ) શ્રીવૃદ્ધિધર્મચરણેપાસક વીર સં. ૨૪૭૨ : વિ. સં. ૨૦૦૨ . માછમ ૨૭૫૪૪ ધર્મ સં. ૨૪ કારતક સુદ ૧૫ ન મુનિ જયંતવિજય તા. ૧૯-૧૧-૪૫ સેમવાર )
બીજી આવૃત્તિ પ્રસંગે - આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે તે દરમ્યાન, ભારતવર્ષ સ્વતંત્ર થવાના કારણે, દેશની રાજદ્વારી પરિસ્થિતિમાં તેમજ દેશી રજવાડાંઓની સ્થિતિમાં ખૂબ પલટ આવી ગમે છે, રજવાડાં તે લગભગ વિલુપ્ત થઈ ગયાં છે. આની અસર આબૂ (અને અચલગઢ) ની માલિકી, હકુમત વગેરે ઉપર ખૂબ થઈ છે. અને તેથી એ અગેનું આ ગ્રંથમાંનું કેટલુંક વર્ણન અત્યારે તે હવે ગઈ કાલનુંઈતિહાસની વસ્તુ જેવું–થઈ પડ્યું છે. એટલે એમાં ફેરફાર કર્યો હતો તે કરી શકાત. પણ મેં એ બધું પહેલી આવૃત્તિની જેમ-જેમનું તેમ જ રહેવા દીધું છે એટલું અહીં જણાવવું જરૂરી સમજું છું. વૈશાખ શુદિ ૧૫ વિ. સં. ૨૦૦૪
મુનિ જયંતવિજય