________________
૧૨
.
પ્રેક્ષકોને તથા જેન યાત્રાળુઓને સામાન્ય કાર્યક્રમ, જૈન પારિભાષિક શબ્દોને ખુલાસો વગેરે બાબતે “આબૂ” ભાગ પહેલાની બીજી આવૃત્તિમાં વિસ્તારથી આપેલી હોવાથી તે બધી બાબતે આમાં આપી નથી. આમાં ફક્ત દેલવાડાથી અચલગઢ આવવાનાં રસ્તા અને વાહનની હકીક્ત આપવા સાથે યાત્રાના કરની સંક્ષેપમાં હકીક્ત આપી છે. - જેમ દેલવાડાનાં જૈન મંદિરોમાં ચામડાના બુટ વગેરે પહેરીને જવાને ના. સરકાર તરફથી મનાઈહુકમ છે, તેમ અચલગઢનાં જૈન મંદિરમાં પણ ચામડાના બુટ વગેરે પહેરીને જવાને મનાઈહુકમ છે. તે મનાઈહુકમની નકલ પણ
આબૂ ”ભાગ પહેલાની બીજી આવૃત્તિના પરિશિષ્ટમાં આપેલા હોવાથી આમાં આપી નથી. દેલવાડાની જેમ અહીંના કારખાનામાં પણ યુરોપિયને માટે કેનવાસના બુટ રાખવામાં આવે છે. - આમાં અચલગઢનાં જૈન મંદિરે તથા ધર્મશાળાઓ અને કુદરતી દો વગેરેની કુલ બાર છબીઓ તદ્દન નવી લેવરાવીને આપી છે. તેમજ (૧) મહારાજા કુમારપાળે અચલગઢની તલહટ્ટી (તળેટી) માં બંધાવેલ જૈન મંદિરના મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનની સપરિકર છબી, (૨) અચલેશ્વર મહાદેવને પિઠીઓ અને કવિ દુરાસા આઢા, (૩) પરમાર ધારાવર્ષાદેવ અને ત્રણ પાડા અને (૪) ગુરુશિખરગુરુ દત્તાત્રેયની દેરી અને ત્યાંથી ધર્મશાલા–આ ચાર છબીઓ
આબૂ” ભાગ પહેલાની બીજી આવૃત્તિમાં આપેલા હેવા છતાં આમાં આપી છે. એટલે કુલ ૧૬ છબીઓ દરેકના ટૂંકા પરિચય સાથે આમાં આપી છે.