________________
તરીકેની નોકરી છોડી દીધેલી, તેથી આ પુસ્તક છપાવવાનું વિલબમાં પડયું. તે દરમ્યાન અચલગઢ સંબંધી પ્રાચીન ગ્રંથોમાંથી જે સામગ્રી મળે તે મેળવવાનું ચાલુ રાખ્યું હતું. સં૨૦૦૦ના ચોમાસામાં રાધનપુરમાંથી આ પુસ્તક છપાવવા માટે સહાયતા મળવાથી પહેલાં લખી રાખેલ વર્ણનમાં ઘણું જ સુધારેવધારે કરી તૈયાર કરેલી આ પુસ્તિકા આજે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થઈને જનતા સમક્ષ રજુ. થાય છે. આ પુસ્તિકાની ઉપયોગિતા કે સુંદરતા માટે મારે પિતાને કાંઈ લખવું એના કરતાં આ કામ વાચકે ઉપર જ રાખવું વધારે ઠીક જણાય છે.
આમાં (૧) ગિરિરાજ આબુ, (૨) રસ્તા, વાહને, મુંડકું, (૩) એરીયા, (૪) અચલગઢ, (૫) અચલગઢનાં જૈન મંદિરે તથા (૬) હિંદુ તીર્થો અને દર્શનીય સ્થાને–આ પ્રમાણે છ પ્રકરણે આપેલાં છે.
યદ્યપિ “આબૂ” ગુજરાતી, ભાગ પહેલાની બીજી આવૃત્તિ (કે જેને હિન્દી અનુવાદ છપાઈ ગયો છે, અને અંગ્રેજી અનુવાદ છપાવવાની તૈયારી ચાલી રહી છે. તે) માં અચલગઢમાં આવેલાં જૈન મંદિર, હિંદુ તીર્થો અને દર્શન નીય સ્થાનનું વિસ્તારથી વર્ણન આપ્યું છે, છતાં ફકત અચલગઢનું જ વર્ણન જાણવાની ઈચ્છા ધરાવતા સજજને માટે ઘણા જ સુધારા-વધારા સાથે અચલગઢના વર્ણનની આ સચિત્ર પુસ્તિકા જુદી છપાવવામાં આવી છે. આમ છતાં આબુ ઉપર ચડવાના રસ્તા, વાહને, યાત્રાકર (મુંડકું),