________________
મુલતવી રાખીને અચલગઢ માટેની બધી તૈયારીઓ થોડા જ સમયમાં કરીને, ઘણું જ આનંદ અને ઉત્સાહપૂર્વક અચલગઢ ઉપરના શ્રીગષભદેવ ભગવાનના જિનાલય તથા તેની ફરતી ચાવીસ દેરીઓ ઉપર સુવર્ણ કળશે અને ધજાદંડની પ્રતિષ્ઠા કરાવીને વિ. સ. ૧૯૨ના વૈશાખ સુદિ ૧૦ના દિવસે ચડાવવામાં આવ્યા. હિડા શ્રીસંઘના આગ્રહથી આ પ્રતિષ્ઠા ઉપર અમે અચલગઢ ગયા હતા. પ્રતિષ્ઠાનું કાર્ય પતી ગયા પછી ત્યાંનાં શ્રી કુંથુનાથજીનાં દેરાસરમાંની ધાતુની લગભગ ૧૬૦ જિનમૂર્તિઓના લેખે લેવાના બાકી હતા તે લેખે ઉતારવા માટે અમે અચલગઢમાં લગભગ એક મહીને રોકાયા. તે દરમ્યાન ત્યાંના કારખાનાના મુખ્ય મુનીમ ઉવારસદ (જિલ્લો અમદાવાદ)ના રહેવાસી શાહે વાડીલાલ નાથાલાલે અને શ્રી અચલગઢ તીર્થનું એક જુદું વર્ણન લખી આપવા માટે આગ્રહ કર્યો. તેમના આગ્રહથી શ્રીઅચલગઢનું જુદું વર્ણન લખવાને નિર્ણય કરીને મેં ત્યાંની સ્થિરતા દરમ્યાન વિશેષ શોધખોળ તથા તપાસ કરવા જેવું લાગ્યું તે કરીને તેની નેધે કરી લીધી, અને આબુ કંપમાંથી ફેટેગ્રાફરને ખાસ બેલાવરાવીને તેર જાતના નવા ફેટા લેવરાવી લીધા.
ત્યારપછી સં. ૧૯૯૩-૯૪ના કરાંચીના ચોમાસામાં આ વર્ણન લખીને તૈયાર કર્યું. પરંતુ તે દરમ્યાન ઉપર્યુકત શ્રીયુત વાડીલાલ નાથાલાલે અચલગઢ જેના કારખાનાના મુનીમ
૧ માનપુરના દેરાસરની પ્રતિષ્ઠા બીજે વર્ષો જ કરાવવાની રોહિડા શ્રીસંધની સંપૂર્ણ ઈચ્છા હતી. પણ ત્યારપછી અનેક વિઘો આવવાથી તે પ્રતિષ્ઠા આજ સુધી થઈ શકી નથી.