________________
॥ यक्षराष्ट्र मणिभद्रो विजयतेतराम् ॥ કિંચિત્ વક્તવ્ય
શ્રીઉદયપુર (મેવાડ) માં સ. ૧૯૯૧નું ચાતુર્માસ પૂર્ણ કરીને ત્યાંથી અમે મારવાડમાં 'પી'ડવાડા થઈને આબુરોડ (ખરાડી) ગયા હતા. તે વખતે અચલગઢ ઉપરના શ્રી ઋષભધ્રુવ ભગવાનના મંદિર ઉપર તથા તેની આસપાસની ૨૪ દેરીઓ ઉપર કલશે। તથા ધ્વજાદડાં ઘણાં વરસેાથી હતા નહીં. તથા આબુરોડ (ખરાડી)થી લગભગ દોઢ માઈલ દૂર સાઉંટ આબુની પાકી સડકના માઈલ નંબર ૧૬ની પાસે આવેલ માનપુર નામનું ગામ છે, ત્યાંના જીર્ણ થઈ ગયેલ પ્રાચીન જિનમ ંદિરને લગભગ પચાસ વરસ પહેલાં જીર્ણોદ્વાર થયા હતા, છતાં ત્યાં શ્રાવકાની વસ્તી બિલકુલ નહી હાવાથી તે મંદિરની પ્રતિષ્ઠા થઈ નહેાતી. ઉપર્યુક્ત અને સ્થાનાના વહીવટ શ્રીરાહિડા ગામના સમસ્ત પંચમહાજન ( જૈન સધ સમસ્ત)ના હાથમાં હાવાથી, અમેા આબુરાડથી વિહાર કરીને ફાગણ માસમાં રાહિડા ગયા, ત્યારે એસવાલ અને પેારવાડ સમસ્ત સઘને એકત્ર કરી તેમની સમક્ષ ઉપરનાં બન્ને કાર્યોં માટે સમજૂતી સાથે ઉપદેશ આપતાં ત્યાંના સમસ્ત સંઘે સહર્ષ ઉપર્યુક્ત બન્ને કાર્યો તરતમાં જ કરવાના નિશ્ચય કર્યો.
મુહૂર્ત કઢાવતાં બન્ને પ્રતિષ્ઠા માટે વૈશાખ સુદ્ધિમાં ફ્ક્ત ત્રણ જ દિવસના અંતરે બન્ને મુર્તો આવ્યાં, તેથી અને ઠેકાણે એકી સાથે નહી પહોંચી શકાય, એમ રાહિડાના શ્રીસંઘને લાગવાથી, માનપુર જૈન મંદિરની પ્રતિષ્ઠાનું કાર્ય તે વખત પૂરતું