________________
યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના
સામાન્ય નિયમો
૧ તીર્થસ્થાનમાં જઈ તીર્થનાં દર્શન, પૂજા, ભક્તિ વગેરેમાં
ખૂબ તલ્લીન થવું. ૨ તીર્થસ્થાનમાં સ્નાત્ર પૂજા, અભિષેક, મેટીપૂજા, આંગી,
વરઘોડે તથા અઠ્ઠાઈમહત્સવ આદિથી યથાશક્તિ પ્રભુ - ભક્તિ કરવી અને કરાવવી. - ૩ ગુરુમહારાજને હંમેશાં વંદન કરવું. ૪ તીર્થ નિમિત્ત ઓછામાં ઓછો એક ઉપવાસ કર. પ સચિત્ત (સજીવ) ભોજનને ત્યાગ કરે. ૬ રાત્રિભેજન તથા અભક્ષ્ય-ભક્ષણને ત્યાગ કરે. ૭ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૮ ભૂમિશયન કરવું. ૯ શક્તિ અનુસાર વ્રત–નિયમ લેવા અને તેનું પાલન કરવું. ૧૦ જ્ઞાનદાન, સુપાત્રદાન અને અનુકંપાદાન આપવું. ૧૧ સમી બંધુઓની ભક્તિ કરવી. ૧૨ સવારે તથા સાંજે પ્રતિક્રમણ (સંધ્યાવંદનાદિ, સામા
યિક, કાયેત્સર્ગ તથા ધ્યાન કરવું. ૧૩ તીર્થની આશાતના ન કરવી.