________________
સામાન્ય નિયમ ૧૪ પર્વતિથિએ પૌષધ કર. (એક દિવસ માટે સાધુપણું લેવું) ૧૫ અવકાશના વખતે સારાં સારાં પુસ્તક વાંચવાં. ૧૬ સાત વ્યસન તથા ચાર વિકથાને ત્યાગ કરે. ૧૭ જીવદયાનું રૂડી રીતે પાલન કરવું. ૧૮ કલેશ-કંકાસ કરે નહિ. ૧૯ બીજા યાત્રાળુઓને દુઃખ થાય તેમ કરવું નહિ. ૨૦ મજૂરો, ગાડીવાળા કે કામ કરનારાઓને હેરાન કરવા
નહિ, તેમની સાથે ઝઘડે કરવો નહિ; બે પૈસા વધારે
આપીને પણ તેમને રાજી કરવાં. ૨૧ બીજા યાત્રાળુઓ માટે સગવડ રાખીને પિતાને ખાસ - જરૂર પૂરતાં જ જગ્યા અને સાધનોથી કામ ચલાવવું. ૨૨ યાત્રા કરવા નીકળેલા સધમી બંધુઓનાં દુઃખ દૂર " કરવાં, કરાવવાં અથવા તેમના દુઃખમાં ભાગ લે, એ
ખરેખરું સમીવાત્સલ્ય છે. ૨૩ તીર્થની રક્ષા માટે જે જે ખાતામાં જરૂર હોય તે તે
ખાતામાં યથાશકિત દ્રવ્યની સહાયતા કરવી. ૨૪ જીર્ણોદ્ધાર તથા સાધારણ ખાતામાં મદદ કરવી. ૨૫ બીજી પણ દરેક ધાર્મિક સંસ્થાઓને મદદ આપવા ચૂકવું ન જોઈએ.
લેખક:. ધર્મજયન્તોપાસક મુનિ વિશાળવિજયજી