________________
ઉપસંહાર કેળવણીની સંસ્થાઓ હાય તેમાં સહાયતા આપવી, અને ફુરસદના સમયમાં ધાર્મિક પુસ્તકો વાંચવા ઈત્યાદિ ધર્મ કરણી કરવા સાથે શુભ ભાવપૂર્વક જે માણસ યાત્રા કરે છે, તે જ માણસ યાત્રાનું વાસ્તવિક ફળ–સમક્તિની પ્રાપ્તિ, સ્વર્ગાદિનાં સુખ, કર્મની નિર્જરા અને યાવત્ મોક્ષનું સુખ –મેળવી શકે છે. માટે દરેક યાત્રાળુએ આ પ્રમાણે વર્તવા માટે પ્રયત્નશીલ થવું.
એવી જ રીતે કોલેજ, સ્કૂલ અને સ્કાઉટની ટૂર (બ્રમણ) કરનાર વિદ્યાથીઓએ તથા બીજા બધા પ્રેક્ષકોએ દર્શનીય સ્થાને જોવા માટે કરેલો પ્રયત્ન, વાસ્તવિક રીતે ત્યારે જ સફળ કર્યો કહી શકાય કે, જ્યારે તેઓ તેમાંથી શોધ પૂર્વક એતિહાસિક જ્ઞાન મેળવે, તાત્વિક દષ્ટિથી વિચાર કરી તેમાંથી અલૌકિક તત્વ પ્રાપ્ત કરે, જીવ અને પુદગલની કુદરતી અનંત શક્તિઓ સંબંધી વિચાર કરે, શાંતિપૂર્ણ સ્થાને માં જઈ કોધાદિ કષાયે અને હાસ્યાદિ કીડાઓને ત્યાગ કરી બે ઘડી શુભ ધ્યાનમાં તલ્લીન થઈ, પિતાની અંદર રહેલા દુર્ગાને ત્યાગ કરવા, સદ્દગુણેને પ્રાપ્ત કરવા, સમાજ, દેશ અને ધર્મની સેવા કરી પિતાના આત્માને કૃતાર્થ કરવા તથા પોતાના આત્માને કર્મના બંધનથી મુક્ત કેવી રીતે કરી શકાય તે સંબંધી વિચારે કરે, અને પછી તે પ્રમાણે વર્તન કરવા માટે પ્રયત્ન કરે.
ઉપર્યુકત કાર્યો કરવાથી કુદરતી દો આદિ જેવા માટે કરેલો પ્રયત્ન ખરેખર રીતે સફલ થાય છે, માટે તેમ કરવા દરેક મનુષ્ય પ્રયત્ન કરે જોઈએ.
૩ રાતિ રતિઃ રતિઃ