________________
અ
ચ લ ગ &
રસ્તામાં કે તીર્થ સ્થાનમાં કલેશ-કંકાસ, હસી-મશ્કરી, અસત્ય વચન, પરનિંદા, સાત વ્યસન વગેરે દુર્ણને ત્યાગ કરવો જોઈએ. તીર્થસ્થાનમાં જઈને તીર્થ નિમિત્તને ઓછામાં એ છે એક ઉપવાસ કરે જોઈએ. વિકથાઓને દૂર કરી ક્રોધ, માન, માયા, લેભ, રોગ, દ્વેષ અને મોહ ઈત્યાદિ દૂષણેને ત્યાગ કરી, અપૂર્વ શાંતિને ધારણ કરીને તીર્થનાં દર્શન, સેવા-પૂજા આદિ કાર્યોમાં ઉદ્યમવંત થવું જોઈએ. યથાશક્તિ વિશેષ પ્રકારે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી આદિ મેટી. પૂજાઓ, અંગરચના (આંગી), રાત્રિ જાગરણ વગેરે મહેત્સવ કરવા; ભગવાનના ગુણોને યાદ કરી શુભ ભાવના પૂર્વક વિશેષ પ્રકારના શુભ ધ્યાનની અંદર આરૂઢ થવુંધર્મધ્યાનમાં તત્પર રહેવું, સવાર-સાંજ પ્રતિકમણ (સંધ્યાવંદનાદિ) કરવું, અભક્ષ્ય અને સચિત્ત (સજીવ) ભજનને યથાશક્તિ ત્યાગ કર; જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં મદદ કરવી; મંદિરમાં આશાતના થતી હોય તો તેને શાંતિપૂર્વક દુર કરવા-કરાવવા પ્રયત્ન કરે; સધર્મબંધુઓની ભક્તિ કરવી, સધમવાત્સલ્ય કરવું યથાશક્તિ પાંચ પ્રકારનાં દાન (અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન) આપવાં; તીર્થસ્થાનમાં વિદ્યાલય, પુસ્તકાલય વગેરે
૧. (૧) માંસભક્ષણ, (૨) મદ્યપાન, (૩) શિકાર કરવો, (૪) વેશ્યાગમન, (૫) પરસ્ત્રીગમન, (૬) ચેરી અને (૭) જુગાર રમ –આ સાત વ્યસન કહેવાય છે.
૨. (૧) દેશપરદેશના સારા-નરસા રાજાઓની, (૨) સ્ત્રીઓની, (૩) ખાદ્ય પદાર્થોની અને (૪) દેશ, કે શહેર કે ગામોની નિરર્થક કથા, વાર્તા કે ચર્ચા કરવી તે આ ચાર વિકથા કહેવાય છે.