________________
ઉપસંહાર
આ પ્રમાણે અચલગઢના ઠેઠ ઊંચામાં ઊંચા શિખરથી લઈને અચલગઢની તલેટીમાં, તેની આસપાસના મેદાનમાં તેમજ એરીયામાં અને તેની નજીકમાં આવેલાં જૈન, વૈષ્ણવ, શિવ વગેરે ધર્મનાં તીર્થો તથા મંદિર તેમજ કુદરતી અને કૃત્રિમ બીજાં પ્રાચીન દર્શનીય સ્થાને, જે જે મારા જેવામાં–જાણવામાં આવ્યાં, તેનું મેં આ પુસ્તિકામાં સંક્ષેપમાં વર્ણન આપ્યું છે. બનતાં સુધી અચલગઢ અને તેની આસપાસમાં આવેલાં દરેકે દરેક ધર્મસ્થાને અને કુદરતી અને પત્તો લગાડી તેની હકીકત આમાં આપવાનો મેં પ્રયત્ન કર્યો છે, છતાં કેઈ નાનાં નાનાં ધર્મસ્થાને પત્તો મને ન લાગ્યું હોય તે તે પણ બનવા રોગ્ય છે.
- જેમને, આમાં નહીં આપેલાં એવાં કઈ સ્થાને સંબંધી માહિતી મળે છે, અને આમાં આપેલી માહિતીઓ ઉપરાંત કાંઈ નવું જાણવામાં આવે છે, તેઓ અમને લખી જણાવશે તે અમે તેમના આભારી થઈશું, અને નવી આવૃત્તિમાં તેને દાખલ કરી દેવાને પ્રયત્ન કરીશું.
યાત્રા કેવી રીતે કરવી જોઈએ? "
આ પુસ્તિકાના અંતમાં “યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના સામાન્ય નિયમો ” આપ્યા છે, તે ધ્યાનમાં લઈ તે પ્રમાણે તીર્થયાત્રામાં વર્તવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.