________________
અ
ગ છે
પરિશ્રમથી યાત્રાળુઓ માટે એક નવી ધર્મશાળા બંધાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઊંચા સ્થાન ઉપરથી બહુ દૂરદૂરનાં સ્થાને દેખાય છે, અને તે જેનારને બહુ આનંદ આપે છે. અહીંથી નીચેની જમીન પર ઘણું દૂર આવેલ સિહી શહેર દેખાય છે, તેમજ પૂર્વ દિશામાં આવેલ અરવલ્લી પહાડની લાઈનની બીજી ટેકરી ઉપરનું અંબાજીનું મંદિર પણ દેખાય છે. કુદરતી શોભા પ્રેક્ષકોને આનંદ આપે તેવી છે.
ગુરુશિખર પોંચ્યા પછી, યાત્રાળુને અવકાશ હોય તે, તે મંદિરના ચોકીદારને સાથે રાખીને ગણેશનાળા તરફનું સૌંદર્ય જેવા જઈ શકે છે. ગુરુશિખરથી સહેજ નીચેને ભાગ ખીણે - તથા ઝાડીથી ભરપૂર હોવાથી મુસાફરોને એક્લા જવા દેવામાં આવતા નથી. ગણેશનાળાવાળું સ્થાન ઘણું એકાંત અને રમ્યા
નથી જ કા. છે. પાછું જે કે વહેતું નહિ હોવાથી સ્વચ્છ નથી, પણ બારે માસ રહેતું હોવું જોઈએ.
ગણેશનાળાથી ઉતરેજ ગામ જવાના રસ્તે થઈને પણ ગુરુશિખર પાછા આવી શકાય છે. જો કે આ રસ્તે વિકટ અને નિર્જન જે લાગે છે, પણ પહાડનાં રમણીય દશ્ય નિહાળવા માટે આ માર્ગ ઉપયોગી છે.